
અમદાવાદ: રેલવે સ્ટેશનને વિશ્વકક્ષાના સ્તરે ઉન્નત કરવા પુનઃવિકાસનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ સ્ટેશનનું આધુનિકરણ કરી, મુસાફરોને ઉચ્ચ સ્તરની સુવિધાઓ પૂરી પાડવાનો લક્ષ્ય છે. આ કામના ભાગરૂપે કેટલીક ટ્રેનોના ટર્મિનલ અસારવા, મણીનગર અને વટવા રેલવે સ્ટેશન ખાતે સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે, જેથી ભીડ ઘટે અને કામ ઝડપથી પૂર્ણ થાય. રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા પ્લેટફોર્મ નંબર 8-9 પર ઓવરબ્રિજ અને કોનકોર્સના બાંધકામ માટે 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર, 2025 સુધી (70 દિવસ) બ્લોક લેવાશે.
ટર્મિનલોમા આ ફેરફાર સંચાલનમાં ફ્લેક્સિબિલિટીની જોગવાઈ કરાવશે, અમદાવાદ સ્ટેશન પર યાત્રીઓની ભીડને ઓછી કરશે, યાત્રી સેવાઓને વધારવા અને અપગ્રેડ કરવામાં મદદ કરશે અને અમદાવાદ શહેર વિસ્તારમાં માળખાગત પરિયોજનાઓના ઝડપી અમલીકરણને સક્ષમ બનાવશે.
આ દરમિયાન અમદાવાદ-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસનું ટર્મિનલ અસારવા ખસેડવામાં આવ્યું છે, જ્યારે બે જોડી ટ્રેનોના ટર્મિનલ મણીનગર અને વટવા ખાતે સ્થળાંતરિત થયા છે. કેટલીક ટ્રેનોના સ્ટોપેજ અમદાવાદ (કાલુપુર)ને બદલે સાબરમતી સ્ટેશન પર આપવામાં આવ્યા છે.
અસારવા સ્થળાંતરિત કરવામાં આવેલી ટ્રેન
• ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસને 05 જુલાઈ, 2025 થી અમદાવાદથી અસારવા સ્થાળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન અસારવા સ્ટેશનથી 21.05 કલાકે ઉપડશે. આ રીતે, ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ અમદાવાદને બદલે અસારવા સ્ટેશન પર 18.20 કલાકે પહોંચશે.
મણીનગર/વટવા સ્થળાંતરિત કરવામાં આવેલી ટ્રેનો
• ટ્રેન નંબર 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસને 07 જુલાઈ, 2025 થી મણીનગર સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન મણીનગર સ્ટેશનથી સવારે 05.50 કલાકે ઉપડશે. આ જ રીતે, ટ્રેન નંબર 12931 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી ડબલ ડેકર એક્સપ્રેસ 05 જુલાઈ, 2025 થી વટવા સ્ટેશન પર 21.20 કલાકે પહોંચશે તથા અમદાવાદ સ્ટેશન પર નહીં જાય.
• ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસનું ટર્મિનલ 05 જુલાઈ, 2025 થી મણીનગર સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન મણીનગર સ્ટેશનથી 18.20 કલાકે ઉપડશે.
• ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 05 જુલાઈ, 2025 થી વટવા સ્ટેશન પર 14.20 કલાકે પહોંચશે તથા અમદાવાદ સ્ટેશન પર નહીં જાય.
સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ લેનારી ટ્રેનો
• ટ્રેન નંબર 20495 જોધપુર-હડપસર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 05.20 કલાકે આગમન થશે તથા 05.30 કલાકે પ્રસ્થાન કરશે. આ જ રીતે ટ્રેન નંબર 20496 હડપસર-જોધપુર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.20 કલાકે આગમન થશે તથા 07.30 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાન્દ્રા ટર્મિનલ અરાવલી એક્સપ્રેસનું 4 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 20.49 કલાકે આગમન થશે તથા 20.59 કલાકે પ્રસ્થાન કરશે. આ જ રીતે ટ્રેન નંબર 14702 બાન્દ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરાવલી એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 04.47 કલાકે આગમન થશે તથા 04.57 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 12479 જોધપુર-બાન્દ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 03.00 કલાકે આગમન થશે તથા 03.10 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22452 ચંદીગઢ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 6 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 00.01 કલાકે આગમન થશે તથા 00.10 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22738 હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસનું 6 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22664 જોધપુર-ચેન્નાઈ એગ્મોર એક્સપ્રેસનું 8 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22916 હિસાર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 8 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 12998 બાડમેર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 10 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22724 શ્રી ગંગાનગર-હુજુર સાહેબ નાંદેડ એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 21.50 કલાકે આગમન થશે તથા 22.00 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 12966 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 11 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 12960 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 7 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22966 ભગત કી કોઠી-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 20824 અજમેર-પુરી એક્સપ્રેસનું 8 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22992 ભગત કી કોઠી-વલસાડ એક્સપ્રેસનું 9 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 20943 બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી એક્સપ્રેસનું 10 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 05.25 કલાકે આગમન થશે તથા 05.35 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી (જેલ સાઈડ) સ્ટેશન પર 06.48 કલાકે આગમન થશે તથા 06.58 કલાકે પ્રસ્થાન કરશે.
આ ફેરફારો ઓપરેશનલ લવચીકતા વધારશે, ભીડ ઘટાડશે અને યાત્રી સેવાઓ સુધારશે. મુસાફરોને સલાહ છે કે નવા શિડ્યૂલની તપાસ કરીને યાત્રા કરે. વધુ માહિતી www.enquiry.indianrail.gov.in પર ઉપલબ્ધ છે. આ પ્રોજેક્ટ અમદાવાદના માળખાગત વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.