નવરાત્રિની રંગીન મજા વચ્ચે યુવાનોની તંત્ર સાથે ટક્કર!: હેલ્મેટનો ખટકતો પ્રશ્ન...
અમદાવાદ

નવરાત્રિની રંગીન મજા વચ્ચે યુવાનોની તંત્ર સાથે ટક્કર!: હેલ્મેટનો ખટકતો પ્રશ્ન…

અમદાવાદ: માં અંબાની આરાધનાના પર્વને ગણતરીના દિવસો બાકી છે. ગુજરાતમાં ઠેર ઠેર પર્વની ધામધૂમથી ઉજવણી કરવા માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

જ્યારે અમદાવાદમાં યુવાનોની પણ અવનાવા કપડા અને હેરસ્ટાઈલને કરીને ગરબા ધૂમવાની તૈયારી કરી દીધી છે. પરંતુ આ વર્ષે યુવાનો અને તંત્ર સામે અનોખી જંગ છેડાય છે. જેમાં તંત્રના નિયમને યુવાનો હેરસ્ટાઈલ બગડી જવાનો આરોપ યુવાનોએ લગાડ્યો છે.

શહેરમાં ટ્રાફિક નિયમોની કડકાઈ વધતા ગરબા પ્રેમીઓ ચિંતામાં છે કેમ કે હેલ્મેટ તેમની ખાસ તૈયાર કરેલી હેરસ્ટાઇલ બગાડી દેશે. થોડા સમય પહેલા રાજકોટમાં તો એક યુવકે હેલ્મેટ નિયમની મજાક ઉડાવવા માટે માથે સ્ટીલનું વાસણ પહેરી લીધું હતું નવરાત્રિના નવ દિવસ નજીક આવતાં યુવાનોની એક જ ફરિયાદ છે – “અમારી સ્ટાઇલને હેલ્મેટથી ખરાબ ન કરો!”

અમદાવાદમાં ગરબા પ્રેમીઓ માટે હેલ્મેટ એક મોટી સમસ્યા બની ગયું છે. ગરબા લવર્સનું માનવું છે કે, “ઘરે પૂરા તૈયાર હોવા છતા ગરબા ગ્રાઉન્ડ પહોંચીને મારે ફરી હેરસ્ટાઈલ બનાવી પડે છે, જેના કારણે મારે તેના માટે જરૂરી સામન સાથે રાખવો પડે છે.

જ્યારે અન્ય એક ગરબા લવરનું માનવું છે કે, “ગરબા ગ્રાઉન્ડ પહોંચતા સુધીમાં કાજલ ફેલાઈ જાય છે, લિપસ્ટિક ગાયબ થઈ જાય છે અને હેલ્મેટની લાઇન ગાલ પર દેખાય છે. ટચ-અપ વિના ગરબામાં જવું અશક્ય છે.”

હેરસ્ટાઇલનો નવરાત્રિ ઉત્સાહ
નવરાત્રિના દિવસો દરમિયાન લગભગ હેરસ્ટાઈલિસ્ટના ત્યા ગરબા પ્રેમીઓનો જમાવડો લાગ્યો હોય છે. અવનવી હેરસ્ટાઈલ બનાવવા માટે હેરસ્ટાઈલિસ્ટના મતે સાંજે 6થી 8 વાગ્યા દરમિયાન યુવતીઓ અને યુવાનો ગરબા પહેલા હેરસ્ટાઇલ માટે આવે છે.

આ નવ રાત્રિઓમાં યુવાનો માટે લુક સૌથી મહત્વનો હોય છે, જેના કારણે સલુન વાળા લોકોને વધુ સ્ટાફ રાખવાની ફરજ પડે છે. યુવાનો માટે ‘હેલ્મેટ અને હેર’ એક દુઃસ્વપ્ન બની ગયું છે, અને તેઓ પોલીસને નવરાત્રિના નવ દિવસ માટે નિયમોમાં થોડી રાહત આપવા વિનંતી કરી રહ્યા છે.

અમદાવાદ પોલીસ હેલ્મેટ નિયમોનું કડક પાલન કરાવવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ નવરાત્રિ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાપન પર વધુ ધ્યાન આપવામાં આવશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું, “રોજ હેલ્મેટ ચેકિંગ માટે આખી ટીમ ફાળવવી અશક્ય છે.

નવરાત્રિમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પણ હોય છે, તેથી પહેલા અઠવાડિયા પછી ચેકિંગ નિયમિત થશે.” પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકા ગરબા સ્થળોની આસપાસ રસ્તાઓ ખોલવા અને જરૂરી સમારકામ પૂર્ણ કરવા કામ કરી રહ્યા છે. એક અધિકારીએ કહ્યું, “હેલ્મેટ તમારી હેરસ્ટાઇલ બગાડી શકે, પરંતુ તે જીવન બચાવે છે.”

ફેશન કે સલામતી?
જ્યારે પોલીસ રસ્તા સલામતી માટે ભાર આપે છે, ત્યારે ગુજરાતના યુવાનો તેમના વાળ, જેલ અને મેકઅપની ચિંતામાં છે. નવરાત્રિની રાતો તેમના માટે સેલ્ફી, આકર્ષક પોશાક અને બગડેલા લુક વિનાની હોવી જોઈએ.

પરંતુ, એક પોલીસ અધિકારીએ રમૂજી અંદાજમાં કહ્યું, “હેલ્મેટ એક રાત માટે તમારા વાળ બગાડી શકે, પરંતુ માથાની ઇજા આખું જીવન બગાડી શકે છે.”

આ પણ વાંચો…નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલધારકોએ લાઇસન્સ ફરજિયાત લેવું પડશે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button