વિદેશથી ભારતમાં કેટલો સામાન લાવી શકો? જાણો કસ્ટમ્સ ડ્યુટી અંગેના નિમયો

અમદાવાદઃ હવાઈ માર્ગનો ઉપયોગ દિવસને દિવસે વધી રહ્યો છે. રોજ હજારો લાખો લોકો હવાઈ મુસાફરી કરે છે. અનેક એવા સમાચારો આવે છે જેમાં લોકો એરપોર્ટ પરથી તસ્કરી કરતા ઝડપાતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, એરપોર્ટ પર સોનું, ચાંદી, હીરા જેવી કિંમતી વસ્તુ અને મોંઘા મોબાઈલ સાથે લોકો ઝડપાતા હોય છે.
ઘણાં લોકો તો જણતા જ નથી કે તમે એરપોર્ટ પરથી આ વસ્તુઓ કેટલા પ્રમાણમાં લઈ જઈ શકો તો કાર્યવાહી ના થાય? શું તમને ખબર છે કે, તમે વિદેશી કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં ભારતમાં લાવી શકો? ચાલો વિગતે જાણીએ…
આપણ વાચો: ખાદ્યતેલની આયાત ડ્યુટીમાં 20%નો થયો વધારો
સોના કે ચાંદી સાથે એરપોર્ટ ઝડપાઈ ગયા તો શું કરશો?
કોઈ વિદેશમાં રહે છે, તો ઘણી વખત તેમના સગા-સંબંધીઓ કંઈકને કંઈક વસ્તુઓ મંગાવતા હોય છે. પરંતુ આ દરમિયાન તે લોકોને ઘણું ધ્યાન રાખવું જોઈએ. કેટલી વસ્તુઓ અને કેટલી રોકડ લાવી શકાય? તેના કેટલાક નિયમો હોય છે. જો તમે સોના કે ચાંદી સાથે એરપોર્ટથી ઝડપાઈ જાઓ છો તો તમારે શું કરવાનું હોય?
કસ્ટમ ડ઼્યૂટીને લગતો કોઈ સામાન તમારી પાસે છે તો શું કરશો?
વિદેશથી આવતો ભારતીય નાગરિક પોતાના અંગત વપરાશ માટે 75 હજાર સુધીનો સામાન લાવી શકે છે. જ્યારે વિદેશી નાગરિકો માત્ર 25 હજાર સુધીનો સામાન લાવી શકે છે.
વસ્તુની વાત કરવામાં આવે તો, 1 વર્ષ પછી ભારત આવાતા ભારતીયોમાં પુરૂષ 20 ગ્રામ અને મહિલા 40 ગ્રામ સુધી સોનું/ચાંદી કે કિંમતી ધાતું પોતાની સાથે લાવી શકે છે. જો તેના કરતા વધારે ધાતુ તમે લાવો છો તો તમારે 35 ટકા કસ્ટમ્સ ડ્યુટી આપવી પડતી હોય છે.
આપણ વાચો: સ્થાનિક ઉત્પાદકોને નુકસાનઃ 3 ચીની ઉત્પાદન પર પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદી
શું તમે વિદેશથી પોતાની સાથે પાલતુ પ્રાણી લાવી શકો?
ચલણની વાત કરવામાં આવે તો તેના માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. પરંતુ જો 5 હજાર ડોલર કરતા વધારે રકમ હોય તો ટ્રાવેલર્સ ચેક અને 10 હજાર ડોલરથી વધારે રકમ હોય તો ડિક્લેરેશન આપવું પડે છે.
આ સાથે કસ્ટમના નિયમો પ્રમામે દારૂ કે માદક પીણામાં પ્રતિ મુસાફરે 2 લિટરની છૂટ છે. આ સાથે 100 સિગારેટ સ્ટીક, 25 સિગાર પરવાનગી, 125 ગ્રામ તમાકુ પર કોઈ ટેક્સ લાગુ પડતો નથી. પરંતુ તેના કરતા વધારે સામાન લાવો છો તો તમારે કસ્ટમ્સ ડ્યુટી આપવી પડે અથવા તો કાર્યવાહી પણ થઈ શકે છે.
નવા-જૂના ટીવી પર 35 ટકા ડ્યુટી આપવી પડે છે
જો કોઈ માણસ 2 વર્ષ કરતા વધારે સમય સુધી વિદેશમાં રહે છે તો તે પોતાની સાથે 2 પાલતુ પ્રાણી લાવી શકે છે. નવા-જૂના ટીવી પર 35 ટકા ડ્યુટી લાગે છે. બાકી પણ કેટલાક નિયમો હોય છે જેનું પાલન કરવાનું હોય છે. જે પણ વ્યક્તિ વિદેશથી આવે છે તેની તપાસ કરવામાં આવતી હોય છે.
જો તમારી પાસેથી કસ્ટમ્સ ડ્યુટીને લગતો કોઈ સામાન ના હોય તો પછી ગ્રીન ચેનલમાંથી પસાર થવાનું હોય પરંતુ જો કસ્ટમ્સ ડ્યુટીના નિયમો લાગુ થાય રેડ ચેનલમાંથી પસાર થવું પડે છે. આ દરમિયા કસ્ટમ અધિકારી તમારી પાસેથી જેતે વસ્તુના ડોક્યુમેન્ડ, સામાનનું ડિક્લેરેશન ફોર્મ અને બિલ માંગી શકે છે.
અમદાવાદ એરપોર્ટની વાત કરવામાં આવે તો, આ એરપોર્ટ ભારતના સૌથી વ્યક્ત એરપોર્ટમાંનું એક છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો હવાઈ મુસાફરી કરે છે. આંકડાની વાત કરવામાં આવે તો, માત્ર 2024-25માં જ 1.34 કરોડ લોકોએ અમદાવાદ એરપોર્ટ પરથી હવાઈ મુસાફરી કરી હતી. પ્રતિદિન 290થી પણ વધારે ફ્લાઈટનું સંચાલન થાય છે.



