અમદાવાદ

ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, અમદાવાદમાં એક મહિલાનું મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે રાજ્યમાં 320 એક્ટિલ કેસ હોવાના આંકડા પ્રકાશમાં આવ્યાં છે. ભારતની વાત કરવામાં આવે તો, સૌથી વધારે કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાતમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. ગુજરાતમાં 320 કોરોને એક્ટિલ કેસ સાથે દેશમાં ચોથા ક્રમે છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 55 કેસ પણ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો 230 કેસ માત્ર મે મહિનામાં નોંધાયા હતાં. જેમાંથી 56 દર્દીઓ સાજા થયા જ્યારે હજી પણ 163 કોરોના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ગુજરાતમાં 320 કોરોને એક્ટિલ કેસ સાથે દેશમાં ચોથા ક્રમે

મહત્વની વાત એ છે કે, ગુજરાતમાં 320 એક્ટિલ કેસ છે તેમાંથી 163 કેસ તો માત્ર અમદાવાદમાં નોંધાયેલા છે. ત્રણ દિવસ પહેલા માત્ર એક જ દિવસમાં 35 નવા કેસ નોંધાયા હતાં. કોરોનાના કારણે અમદાવાદમાં એક મહિલાનું મોત થયું હોવાનુ પણ પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદમાં વિસ્તાર પ્રમાણે કોરોના કેસના આંકડાની વાત કરવામા આવે તો, પશ્ચિમ ઝોનમાં 45 કેસ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 43 કેસ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 33 કેસ, દક્ષિણ ઝોનમાં 18 કેસ, મધ્ય ઝોનમાં 7 કેસ અને ઉત્તર ઝોનમાં 2 કેસ નોંધાયા છે. અત્યારે અમદાવાદમાં કુલ 163 કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે.

ભારતમાં અત્યારે કોરોનાના 3758 એક્ટિવ કેસ

ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગઈ કાલ સુધીમાં ભારતમાં કોરોના 3758 એક્ટિવ કેસ છે. 24 કલાકમાં એક્ટિવ કેસમાં 363નો વધારો પણ થયો હતો. રાજ્ય પ્રમાણે વાત કરીએ તો. કેરળમાં 1400, મહારાષ્ટ્રમાં 485, દિલ્હીમાં 436, પશ્ચિમ બંગાળમાં 287, તમિલનાડુમાં 199, ઉત્તર પ્રદેશમાં 149, રાજસ્થાનમાં 62, પુડ્ડુચેરીમાં 45, હરિયાણામાં 30, આંધ્રપ્રદેશમાં 23 એક્ટિવ કેસ હોવાના આંકડા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા લોકોને સાવધાની અને તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો….ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 300ને પાર, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલો થયો વધારો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button