અમદાવાદ

અમદાવાદમાં જીન્સ બનાવતી ફેક્ટરીમાં દુર્ઘટના, ત્રણ શ્રમિકનાં મોત

અમદાવાદઃ શહેરમાં જીન્સ બનાવતી વધુ એક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી. દાણીલીમડાના ખોડિયારનગરમાં આવેલી જીન્સ બનાવતી કંપનીમાં આ બનાવ બન્યો હતો. કાપડ ધોવાની ટાંકીમા ઉતેરલા ત્રણ યુવકના કરૂણ મોત નિપજ્યા હતા.

ત્રણેય યુવકના મૃતદેહ ટાંકીમાં રાતભર રહ્યા હોવાનો આરોપ પરિવારજનોએ કર્યો હતો. ત્રણેય યુવકના પરિવારજનો મણિનગરની એલજી હૉસ્પિટલ દોડી આવ્યા હતા.

આપણ વાંચો: ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યોઃ ટીડીપીનાં સાંસદની બહેનનું મોત, બનેવીનો બચાવ

દાણીલીમડા વિસ્તારમાં ખોડિયારનગર પાસે જીન્સ બનાવતી કંપનીમાં ત્રણ યુવકોના ટાંકીમાં ડૂબવાથી મોત નિપજ્યા હતા. આ યુવકોની ઓળખ સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર તરીકે થઈ હતી. મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે, કંપનીની બેદરકારીના કારણે ત્રણેય શ્રમિકોના મૃત્યુ થયા હતા.

મૃતકોના મૃતદેહ આખી રાત ટાંકીમાં જ પડ્યા રહ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી અને મૃતકોના મૃતદેહોને મણિનગરની એલ. જી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા.

આપણ વાંચો: આગ્રામા પેરાશુટ ન ખૂલતા વાયુસેના અધિકારીનું નિધન, ડેમો ડ્રોપ દરમિયાન ઘટી દુર્ઘટના…

ત્રણેય યુવકોની ઉંમર 25-30 વયની વચ્ચે હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

ત્રણેય મૃતક નાઇટ શિફ્ટ દરમિયાન કામ કરી રહ્યા હતાં, સફાઇ માટે તેઓ વૉશિંગ ટાંકીમાં ઉતર્યા હતા. પરંતુ બહાર આવવામાં નિષ્ફળ ગયા હતા.

દુર્ઘટનાની જાણ થતાં જ પરિવારજનો એલ.જી હોસ્પિટલ પહોંચ્યા હતા અને કંપની પર ફેક્ટરી મેનેજમેન્ટ તરફથી બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. મૃતકોના મોતની સાચી હકીકત પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.
..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button