અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી નગરયાત્રા કરી નીજ મંદિર પરત ફર્યા

અમદાવાદઃ આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે. 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી નગરયાત્રા કરી નીજ મંદિર પરત ફર્યા હતા. વહેલી સવારથી જ યાત્રા રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો.

સવારે અમદાવાદના મેયર પ્રતિભા જૈન તથા રાજ્યના સહકાર પ્રધાન જગદીશ પંચાલે પહિંદ વિધિ કરી હતી. જે બાદ નગરયાત્રા શરૂ થઈ હતી. 6.25 કિમી લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

ભદ્રકાળી મંદિરથી નીકળેલી યાત્રા કારંજ પોલીસ સ્ટેશન, ત્રણ દરવાજા, પાનકોર નાકા, માણેકચોક, ગોળલીમડા, જગન્નાથ મંદિર, જમાલપુર શાકમાર્કેટથી ફૂલબજાર રોંગસાઈડમાં થઈ રિવરફ્રન્ટની અંદર, મહાલક્ષ્મી મંદિર, વિકટોરિયા ગાર્ડન, અખંડાનંદ સર્કલ, વસંત ચોક, લાલદરવાજા, સિદ્દી સૈયદની જાળી, વીજળી ઘર, બહુચરમાતાના મંદિર થઈ પરત ફરી હતી.

આ પણ વાંચો…ગુજરાતમાં મંત્રીઓને મળી હોળી ભેટ, પ્રવાસ ભથ્થામાં અઢી ગણો વધારો…

નગરયાત્રામાં અખાડા, ધજા-પતાકા અને ડીજે પણ જોડાયા હતા. લાલ દરવાજા ખાતે એએમટીએસના કર્મચારીઓ દ્વારા માતાજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button