અમદાવાદ

અમદાવાદમાં માત્ર રૂપિયા માટે દીકરાએ પિતાનું ઢીમ ઢાળ્યું, બચાવવા આવેલ બહેનને પણ છરીના ઘા માર્યા

અમદાવાદઃ ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. ખાસ કરીને સુરત અને અમદાવાદમાં છાશવારે હત્યાની ઘટના બનતી હોય છે. અમદાવાદમાં પણ ગઈ કાલે હત્યાની ઘટના બની હતી. અમદાવાદના વાડજમાં પિતાએ રૂપિયા આપવાની ના પાડી તેના કારણે પુત્રએ પિતાની હત્યા કરી દીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પુત્રએ છરીના ઘા મારીને પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ દરમિયાન દીકરી વચ્ચે બચાવવા માટે આવી તો નરાધમ ભાઈએ બહેનને પણ છરીના ઘા માર્યાં હતા. પિતાની હત્યા કરવા અને બહેન પર જીવલેણ હુમલો કરવાના આરોપ સાથે પોલીસે દિલીપ મેઘવાલની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

દિલીપે વહેલી સવારે છરીના ઘા મારીને પિતાની હત્યા કરી દીધી

આ મામલે પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, પિતા સિંગ-ચણાની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતા. જ્યારે પુત્ર અન્જિનિરિંગનો અભ્યાસ કરતો પરંતુ તે વારંવાર નપાસ થતો હતો. એટલું જ નહીં પરંતુ થોડા દિવસ પહેલા જ તેણે 10 હજાર પગારની એક નોકરી શરૂ કરી હતી. છતાં પણ છાશવારે દિલીપ તેના પિતા પાસે રૂપિયા માંગતો હતો. પિતાએ વારંવાર રૂપિયા આપવાની ના પાડી હતી અનેક વખત તેને સબક આપવા માટે માર્યો હતો. જેનો ખાર રાખીને વહેલી સવારે છરીના ઘા મારીને પિતાનું ઢીમ ઢાળી દીધું હતું. આ દરમિયાન પિતાને બચાવવા માટે આવેલી બહેનને પણ છરીના ઘા માર્યા હતા.

મેં રૂપિયા આપવાની ના પાડી એટલે આવું કર્યું પિતાના છેલ્લા શબ્દો

પિતાની હત્યા કરનાર પુત્ર દિલીપ મેઘવાલ સામે પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની તપાસ પ્રમાણે પિતા જ્યારે ગંભીર રીતે ઘાયલ થયા ત્યારે સૌથી નાના દીકરા નિખિલને કહ્યું હતું કે, ‘મેં દિલીપને રૂપિયા આપવાની ના પાડી હતી. ગુસ્સે થઈને તેણે અનેક વખત તોફાનો કર્યાં હતા. જેથી મેં તેને માર પણ માર્યો હતો જેથી તેનો ખાર રાખીને તેણે આવું કર્યું છે’. પોલીસે અત્યારે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button