અમદાવાદ પ્લેન દુર્ઘટનાની મહત્વપૂર્ણ બાબતો પ્રકાશમાં આવી! પાવર કટ થયો કે પછી… | મુંબઈ સમાચાર

અમદાવાદ પ્લેન દુર્ઘટનાની મહત્વપૂર્ણ બાબતો પ્રકાશમાં આવી! પાવર કટ થયો કે પછી…

અમદાવાદઃ અમદાવાદમાં ઈર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તેનું કારણ હજી પ્રકાશમાં આવ્યું નથી. આ ઘટનાની તપાસ UK Air Accident Investigation Branch (AIIB) કરી રહી છે. 2020માં પણ એક એવી ઘટના ની હતી. જેમાં વિમાનના એન્જિન બંધ થયા હતા. જો કે તે ઘટનામાં ફ્યુઅલ સિસ્ટમમાં કોઈ ગરબડ હતી. જ્યારે અમદાવાદની ઘટનામાં એવું જાણવા મળ્યું છે કે પાવર ફેલ થવો અથવા તો કોઆ ઇલેક્ટ્રિકલ સમસ્યા થઈ હોઈ શકે છે.

અકસ્માતનો વીડિયો સ્પષ્ટપણે દર્શાવે છે કે કોઈ વિદ્યુત સમસ્યા હતી!

મીડિયા રિપોર્સ્ટ પ્રમાણે ટેક ઓફ થયાની થોડીક જ ક્ષણોમાં વિમાનમાં મુખ્ય વિદ્યુત પ્રણાલીમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ઘટનાસ્થળે મળેલા તમામ પુરાવા, વિમાનનો કાટમાળ અને ટેક-ઓફ અકસ્માતનો વીડિયો સ્પષ્ટપણે દર્શાવે છે કે કોઈ વિદ્યુત સમસ્યા હતી. પરંતુ આવું કેવી રીતે બન્યું તે તો બ્લેક બોક્સ ડેટા મેળવ્યા પછી જ તેનું કારણ જાણી શકાશે. બ્લેક બોક્સ અને ડીવીઆર મળી ગયા છે પરંતુ તેને ઘણું નુકસાન પહોંચેલું ચે. જેથી ડેટાની તપાસ માટે સમય લાગી રહ્યો છે. આ બ્લેક બોક્સને તપાસ માટે અમેરિકા મોકલવામા આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તપાસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, ડ્રીમલાઇનરના કાટમાળથી કોકપીટમાં કોઈ ખલેલના સંકેતો મળ્યા નથી અને પાયલોટે વિમાનને ફેરવવાનો અને મેન્યુઅલ નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હશે.

787 ડ્રીમલાઇનરમાં મેન્યુઅલ રિવર્ઝન કંટ્રોલ સિસ્ટમ છે

પાયલોટે પ્રયત્ન કર્યો હતો અને વિમાનને કંટ્રોલ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જેનો એક 5 સેકન્ડનો ઓડિયો પણ પ્રકાશમાં આવેલો છે. તપાસ કરી રહેલા અધિકારીનું કહેવું છે કે, ‘આમાં કોકપિટમો કોઈ વાંક દેખાયો નથી, જેવું વિમાન ટેક ઓફ થયું તેમાં પાવર બંધ થઈ ગયો અને વિમાન ઉંચાઈએ પહોંચી શક્યું નહોતું. 787 ડ્રીમલાઇનરમાં મેન્યુઅલ રિવર્ઝન કંટ્રોલ સિસ્ટમ છે જેમાં હાઇડ્રોલિક નિષ્ફળતાના કિસ્સામાં પાઇલટ સિસ્ટમ પર ફરીથી નિયંત્રણ મેળવી શકે છે. જો વિમાન લગભગ 3600-4900 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું હોત, તો વાર્તા અલગ હોત’.

ડ્રીમલાઇનર એન્જિન પર પણ પૂરતું અંતર કાપી શકે છેઃ અધિકારી

મહત્વની વાત એ છે કે, આ વિમાન 11-12 જૂનના રોજ દિલ્હીથી પેરિસ ગયું હતું અને ટોક્યો પણ ગયું હતું. ફ્લાઇટના જાળવણી રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા અમદાવાદમાં બોઇંગ 787 સાથે ક્યારેય કોઈ અકસ્માત થયો નથી, તેથી અધિકારીઓ તેની ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે. અધિકારીએ કહ્યું, ‘ડ્રીમલાઇનરમાં અદ્યતન ઇલેક્ટ્રિકલ સિસ્ટમ છે… તે એક એન્જિન પર પણ પૂરતું અંતર કાપી શકે છે… હાઇડ્રોલિક નિષ્ફળતાના કિસ્સામાં, ફ્લાઇટને મેન્યુઅલ રિવર્ઝન પર મૂકી શકાય છે અને તે નજીકના સ્થળે સુરક્ષિત રીતે ઉતરાણ કરી શકે છે. ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડર એક મિનિટમાં કહી દેશે કે શું ખોટું થયું છે.’ જેથી તેની તપાસ અત્યારે ચાલી રહી છે. આગળી સાચી વિગતો સંપૂર્ણ તપાસ થયા બાદ જાણી શકાશે.

આ પણ વાંચો…અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ ડીએનએ સેમ્પલ મેચનો કુલ આંક 215 થયો, 198 વ્યક્તિના પાર્થિવ દેહ પરિવારને સોંપાયા

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button