ગુજરાતમાં ગરમીની થશે શરૂઆત, હવામાન વિભાગે અહીં આપ્યું યલો એલર્ટ

અમદાવાદઃ રાજ્યમાંથી શિયાળો ધીમે ધીમે શિયાળો વિદાય લઈ રહ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 5 દવિસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં પણ યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ મુજબ, અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહી શક છે. આગમી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
આપણ વાંચો: ફેબ્રુઆરીમાં જ દેખાશે ફાગણની અસર; બદલાતા હવામાન અંગે હવામાન વિભાગનું એલર્ટ…
બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. હાલ રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં આગામી 24 કલાક શુષ્ક હવામાન રહેશે.
અમદાવાદ સહિત 10 શહેરોનું મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર
હાલ અમદાવાદ સહિત 10 શહેરોનું મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર થઈ ગયું છે. રાજકોટમાં 37.5 ડિગ્રી, સુરતમાં 37 ડિગ્રી, ભુજમાં 36.1 ડિગ્રી, ડીસામાં 35.7 ડિગ્રી, વડોદરા અને દમણમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આગામી બે દિવસમાં તાપમાનનો પારો 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર ફેરફારોની આગાહી કરવામાં આવી છે. 24મી અને 25મી ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં વાદળછાયા વાતાવરણની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે જામનગર, રાજકોટ, કચ્છ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા તથા પંચમહાલ, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.