અમદાવાદ

HMPV: અમદાવાદમાં વૃદ્ધનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, લોકોમાં ફફડાટ

અમદાવાદઃ ગુજરાતમાં એચએમપીવીનો વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા 80 વર્ષના વૃદ્ધને સારવાર અર્થે મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

8 જાન્યુઆરીના રોજ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. દર્દીને છેલ્લા કેટલાય સમયથી અસ્થમાની બીમારી હોવાનું જાણવા મળ્યું છે. તેમની વિદેશ કે અન્ય કોઇ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેમ છતાં રિપોર્ટ પોઝિટિવ આવતાં પરિવારજનો સહિત અન્ય લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

આ પહેલા પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના 7 વર્ષના પુત્રને તાવ, શરદી, ઉધરસની સારવાર માટે હિંમતનગરની બેબીકેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન ન્યુમોનિયાની અસર દેખાતા ખાનગી લેબોરેટરીમાં સેમ્પલ લેવડાવ્યા હતાં. જેના રિપોર્ટમાં શંકાસ્પદ એચએમપીવી વાઇરસ હોવાનું જાણવા મળ્યું હતું.

આપણ વાંચો: એચએમપીવી સામે લડવા અમદાવાદ સિવિલની કેવી છે તૈયારી? જાણો વિગત…

જેથી જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરાઈ હતી. સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલ પહોંચીને બાળકના સેમ્પલ ગાંધીનગર અને અમદાવાદ મોકલી આપ્યા હતા.

આરોગ્ય વિભાગે બાળકના ગામમાં ચાર ટીમો મોકલીને સરવે હાથ ધર્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ આ વાઇરસ છે કે નહીં તેની જાણ થઈ શકશે પણ હાલમાં એચએમપીવી વાઈરસનો કેસ શંકાસ્પદ છે એવું કહી શકાય.

સંક્રમણથી બચવા શું કરશો

ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમલા અથવા ટીસ્યુથી ઢાંકવું
નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા કે સેનિટાઇઝરનો ઉપયોગ કરવો
ભીડભાડવાળા સ્થળેથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું
તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળો
વધુ પાણી પીવો અને પૌષ્ટિક ખોરાક ખાવ
રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઉંઘ લેવી
બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન ધરાવતાં વાતાવરણમાં રહેવું
શ્વાસને લગતાં લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું. બીજાઓ સાથે સંપર્ક મર્યાદીત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ન કરવું

આપણ વાંચો: એચએમપીવીથી ગભરાશો નહીં, ધ્યાન રાખો જાહેર આરોગ્ય પ્રધાન અને તબીબી શિક્ષણ પ્રધાનની અપીલ…

બિનજરૂરી રીતે આંખ, નાક કે મોઢાને સ્પર્શન કરવો નહીં
ચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું
જાતે દવા લેવાનું ટાળવું. લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button