અમદાવાદ

ગુજરાતમાં ગાજ્યા અષાઢી અંબર, 24 કલાકમાં 215 તાલુકામાં નોંધાયો વરસાદ

અમદાવાદ: અષાઢ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. મહિનાના પહેલા જ દિવસે ગુજરાતભરમાં અષાઢી વરસાદ જામ્યો હતો. 26 જૂનના સવારે 6 વાગ્યાથી 27 જૂનના 6 વાગ્યા સુધીમાં ગુજરાતના વિવિધ વિસ્તારમાં હળવા ભાર વરસાદ નોંધવામાં આવ્યો છે. આંકડા પ્રમાણે ગુજરાતના 215 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. આ સાથે ગુજરાતમાં કુલ 256.96 mm સાથે 29.13% વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

વરસાદની વિગતો

આંકડાઓ અનુસાર, સૌથી વધુ વરસાદ જૂનાગઢના માડીયા હાટીના તાલુકામાં 6.18 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. જે બાદ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં 153 મી.મી. (6.02 ઈંચ) નોંધાયો હતો, જ્યારે સૌથી ઓછો વરસાદ તાપીના નીઝરમાં 0.04 ઈંચ નોંધાયો હતો. જ્યારે ખેડા જિલ્લામાં પણ નહિવત્ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ગુજરાતના એવા તાલુકા પણ છે જ્યાં અષાઢ વરસાદના આગમન થયા નથી. જેમાં અંજાર, ભચાઉ, રાધનપુર, ધ્રાંગધ્રા, અને અન્યનો સમાવેશ થાય છે. રાજ્યના કુલ સરેરાશ વરસાદની વાત કરીએ તો, 24 કલાકમાં 25.55 મી.મી. વરસાદ નોંધાયો, અને કુલ સિઝનનો વરસાદ 256.96 મી.મી. (10.12 ઈંચ) થયો, જે 1995-2024ની સરેરાશના 29.13% જેટલો છે. આ સાથે તારીખ 27 જૂનના સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં પણ ગુજરાતના 38 તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંદવામાં આવ્યો હતો.

જિલ્લાવાર વરસાદની સ્થિતિ

અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ નોંધાયો, જેમાં સુરત જિલ્લામાં સરેરાશ 53.4 મી.મી. અને પોરબંદરમાં 61.0 મી.મી. વરસાદ થયો નોંધાયો છે. જ્યારે કચ્છ અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ જોવા મળ્યો, જ્યાં કચ્છમાં સરેરાશ 23.68 મી.મી. અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 21.50 મી.મી. વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો, જ્યાં સરેરાશ 31.20 મી.મી. વરસાદ નોંધાયો.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં હળવો વરસાદ થઈ શકે છે. ખેડૂતો અને રહેવાસીઓને ચોમાસાની તૈયારીઓ માટે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો…અષાઢી બીજે પણ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે, હજુ પાંચ દિવસ વરસાદી માહોલ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button