અમદાવાદટોપ ન્યૂઝ

દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની વિધિવત એન્ટ્રી?

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. મહત્વની વાત એ છે કે, હાલ એક જ અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. છતાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

આજે ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે વરસાદ

હવાવાન વિભાગે આપેલી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, આજે 5મી જૂનના રોજ ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા, પાટણ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, અરવલ્લી, ડાંગ, વલસાડ, નવસારી, મહીસાગર, દાહોદ, આણંદ, વડોદરા, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં વરસાદના કારણે ખેડૂતોને લાભ થઈ શકે તેમ છે.

ગુજરાતમાં વરસાદ મુદ્દે અંબાલાલની આગાહી

અંબાલાલાની આગાહી પ્રમાણે પશ્ચિમી વિક્ષેપોની અસર ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં થઈ શકે છે. આગામી 10મી જૂનની આસપાસ એક સિસ્ટમ બનશે. બંગાળ ઉપસાગર અને અરબ સાગરના ભેજને કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આગામી 14થી 16 તારીખ સુધી ગુજરાતના દક્ષિણ ભાગે ચોમાસુ આવી જવાની શક્યતા રહેશે. 18મી જૂને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાની છે, જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે. મૂળ વાત એ છે કે, આગાહી પ્રમાણે 14મી જૂન બાદ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેસી જવાનું છે.

અમદાવાદમાં વરસાદ મુદ્દે હવામાન વિભાગે કેવી આગાહી કરી?

અમદાવાદની વાત કરવામાં આવે તો, આગામી 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. એટલું જ નહીં પરંતુ અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ સમસ્યા એ છે કે, અમદાવાદ શહેરમાં વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા હોય છે. જેના કારણે લોકોને ભારે તકલીફનો સમનો કરવો પડતો હતો. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શહેરમાં વરસાદની આગાહી હોવા છતાં પણ અનેક જગ્યાએ ખોદકામ ચાલી રહ્યું છે. જેથી તંત્રના આવા કામથી લોકોમાં રોષ છે.

આ પણ વાંચો….ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટીવીટીનો પ્રારંભ, તાપમાનમાં ઘટાડો, હળવા વરસાદની આગાહી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button