
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની વિદાયનો સમય આવી ચૂક્યો છે. જો કે હવામાન વિભાગે નવરાત્રિ સમયે કડકા ભડાકા સાથે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી હતી. આ વચ્ચે અમદાવાદ પણ અસહ્ય ગરમી બાદ આજે જોરદાર વરસાદ ખાબક્યો હતો.
ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. અમદાવાદમાં વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળી હતી.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં આગામી ત્રણ દિવસ ગુજરાતભરમાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
જ્યારે આજે 20 સપ્ટેમ્બરના શનિવારે સુરત અને ભરૂચ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન પ્રમાણે પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.
અમદાવાદમાં ભારે વરસાદ
અમદાવાદમાં ઘણા દિવસો બાદ મેઘારાજાની ફરી એન્ટ્રી થઈ છે. ભારે વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી છે. જ્યારે ભારે વરસાદને લઈ ખેલૈયાઓમાં ચિતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
નવરાત્રિના બે દિવસા પહેલા વરસાદ વરસતા પ્રિ નવરાત્રિ આયોજન પર પણ અસર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ભારે વરસાદને કરાણે અમદાવાદમાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, અનેક અંડરપાસ બંધ કરવા પડ્યા છે.
આ પણ વાંચો…અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ! જાણો કયા જિલ્લામાં વરસાદની આગાહી ?