અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમી ગાભા કાઢશે, ફેબ્રુઆરીમાં તૂટ્યો 125 વર્ષનો રેકોર્ડ

અમદાવાદઃ ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં પડેલી ગરમીએ 125 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. 2025ના ફેબ્રુઆરીમાં સરેરાશ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયલથી પણ વધારે રહ્યું હતું. જેના કારણે 1901 બાદ આ વર્ષે ફેબ્રુઆરી મહિનો સૌથી ગરમ રહ્યો હતો. ફેબ્રુઆરી મહિનાથી જ ગુજરાતમાં તાપમાન સતત વધી રહ્યું છે. છેલ્લા અઠવાડિયામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4-5 ડિગ્રી વધુ નોંધાયું છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શકયતાઓ છે. ખાસ કરીને માર્ચના બીજા સપ્તાહથી 42 ડિગ્રી સુધીનો તાપમાનનો પારો પહોંચે એવી શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ મુજબ, માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિના જેવી અકળાવનારી ગરમીનો અનુભવ થશે. વર્ષ 2025માં અસહનીય ગરમી પડશે. આ વર્ષે તાપમાન સામાન્ય કરતાં ત્રણ થી ચાર ડિગ્રી વધારે નોંધાશે. માર્ચમાં જ હિટેવવ જોવા મળશે અને ત્રીજા-ચોથા સપ્તાહમાં મળીને પાંચેક દિવસ હિટવેવ રહશે.

સામાન્ય રીતે ઉનાળા દરમિયાન રાજ્યમાં હીટવેવના દિવસો 2 થી 6 દિવસના હોય છે. તેમજ માર્ચ મહિના દરમિયાન અડધા દિવસથી લઇ 2 દિવસ હીટવેવના રહેતાં હોય છે. રાજ્યમાં ઉનાળામાં 35 થી લઇ 75 ટકા સુધી સામાન્યથી વધુ ગરમી પડવાની શક્યતા છે. જ્યારે માર્ચમાં 55 થી 75 ટકા સુધી સામાન્ય કરતાં વધુ ગરમી પડી શકે છે. આ વર્ષે ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા 33 થી 45 ટકા હોવાનું ભારતીય હવામાન વિભાગે શુક્રવારે તેના લાંબાગાળાના પૂર્વાનૂમાનમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો…Gujarat વિધાનસભામાં સ્પીચ માટે પ્રથમ વખત AI નો ઉપયોગ થયો…

ભારતીય હવામાન વિભાગના લાંબાગાળાનું પૂર્વાનુમાન મુજબ, ગુજરાતમાં માર્ચ માસ દરમિયાન હીટવેવની અસર સામાન્ય કરતાં વધુ રહેશે. સામાન્ય રીતે રાજ્યમાં માર્ચ મહિનામાં 3-4 દિવસ હીટવેવ રહેતી હોય છે પરંતુ, આ વર્ષે 4થી 6 દિવસ સુધી હીટવેવની અસર વર્તાઈ શકે છે. હીટવેવની વધુ અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે.

હવામાન વિભાગ મુજબ, વધુ તાપમાનનું મુખ્ય કારણે પ્રશાંત મહાસાગરમાં સૂર્યના કિરણોના કારણે વાતાવરણમાં તેની અસર જોવા મળતી ગોય છે. માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની સંભાવના નહીંવત છે, જેથી સમગ્ર મહિનો ગરમીનો અનુભવ થશે. 7 માર્ચ પછી રાજ્યમાં ગરમી અસલી મિજાજ બતાવવાનું શરૂ કરશે. 2025નો ઉનાળો છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગરમ સાબિત થવાની શક્યતા છે.

આઈએમડીના વડા મહાપાત્રાએ કહ્યું, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કટેલાક દાયકાએ રેકોર્ડ ગરમ રહ્યા છે. તેથી ક્લાયમેટ ચેન્જના કારણે કોઈપણ મહિનો પહેલા કરતા વધુ ગરમ રહેવાની શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button