ગુજરાતમાં ગરમીનું વધ્યું પ્રમાણ, જાણો આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ
મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થયો

અમદાવાદઃ ગુજરાતમાંથી શિયાળાની વિદાય થઈ રહી હોય તેમ લાગે છે. રાજ્યમાં ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં સવારે અને રાત્રે હળવી ઠંડી અને બપોરે આકરા તડકાનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલો વધારો થયો છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 5 દિવસ પણ આવું જ વાતાવરણ રહેશે અને તાપમાનમાં કોઈ ઘટાડાની શક્યતા નથી.
ગુજરાતમાં કેમ વધી રહી છે ગરમી
રાજ્યમાં હાલ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશાના પવનો આવી રહ્યા છે. જેના કારણે રાજસ્થાન તરફના મેદાની પ્રદેશની ગરમ હવા ગુજરાત તરફ આવી રહી છે. આ કારણે તામપાન સતત વધી રહ્યું છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) February 16, 2025
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, તારીખ 22 ફેબ્રુઆરીથી લઈને 26 સુધીમાં વાદળ આવશે. આ વાતાવરણના કારણે જીરા, ધઉ જેવા પાક પર અસર થઈ શકે છે. કમોસમી વરસાદની પણ તેમણે આગાહી વ્યક્ત કરી છે. માર્ચમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પવનની ગતિ ગાંધીનગરના વિસ્તારોમાં વધારે રહેશે. તારીખ 17-19 માં પવનની ગતિ 20 કિમીથી વધુ રહેશે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પવનનું ગતિ વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવનની ગતિ 22 કિમી રહી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનના કારણે આંબાના પાક પર અસર થઈ શકે છે.