
અમદાવાદઃ ગુજરાતમાંથી હજોરોની સંખ્યામાં લોકો વિદેશ રહેવા માટે જાય છે. પરંતુ ચિંતાની વાત એ છે કે, વિદેશીમાં ભારતીય લોકોની હત્યાના બનાવો વધારે બની રહ્યાં છે. વધુ એક ગુજરાતી યુવકની વિદેશમાં હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે નવસારીના મિહિર દેસાઈ નામના યુવકની ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં તેના જ રૂમમેટે હત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આરોપીએ મિહિર દેસાઈની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. જો કે, અત્યારે ઓસ્ટ્રેલિયાની પોલીસે હત્યારાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભારતીય યુવકે બીજા ભારતીયની હત્યા શા માટે કરી?
હત્યાના કેસમાં પોલીસે દ્વારા કરવામાં આવેલી તપાસ પ્રમાણે આ હત્યા કોઈ વિદેશી વ્યકિતએ નહી પરંતુ ભારતીય માણસે જ તેમની હત્યા કરી હતી. પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી છે. એક ભારતીય યુવકે બીજા ભારતીય યુવકની હત્યા શા માટે કરી? આનું કારણ હજી અકબંધ છે અને પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે. મૃતક મિહિર દેસાઈ બિલિમોરાની યમુના નગર સોસાયટીનો રહેવાસી છે. અત્યારે તેના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: કેનેડાના ઓટાવામાં ભારતીય નાગરિકની ચપ્પુના ઘા મારીને હત્યા, એક વ્યકિતની અટકાયત…
મિહિર દેસાઈના મૃતદેહને ભારત લાવવામાં આવશે કે નહી?
ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં તેની મિહિર દેસાઈની હત્યા કરવામાં આવી હતી, જેથી ત્યાં જ તેના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે મિહિરના માતા બિલિમોરામાં એકલા રહે છે અને મિહિરની બહેન આવતીકાલે જર્મનીથી ત્યાં જશે. જોકે, મિહિર દેસાઈના મૃતદેહને ભારત લાવવામાં આવશે કે નહી? તેનો હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જો કે, આ નિર્ણય મિહિર દેસાઈના પરિવારજનોએ જ લેવાનો છે. પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, કેમ હવે વિદેશમાં ભારતીય લોકો સુરક્ષિત નથી? છેલ્લા એક વર્ષમાં અનેક એવી ઘટનાઓ બની છે. જેમાં વિદેશમાં રહેને અભ્યાસ કરતા અથવા તો ધંધો કરતા ભારતીયની હત્યા કરી દેવામાં આવી હોય! જો કે, અહીં તો એક ભારતીય યુવકે મિહિર દેસાઈની હત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે અત્યારે ઓસ્ટ્રેલિયાની પોલીસ કાર્યવાહી કરી રહી છે.