
અમદાવાદઃ રાજ્યમાં હાલ અંગ દઝાડતી ગરમી પહી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. રાજ્યમાં હવામાનમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. જેમાં ખાસ કરીને મે મહિનામાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલ મુજબ 8 મે આસપાસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સાથે તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં ગાજવીજ પવન વધુ રહેશે.
અખાત્રીજથી આંધી વટોળ જોવા મળશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, મે મહિનામાં ધૂળિયું વાતારવણ રહેશે. કચ્છના ભાગોમાં આંચકાના પવનની ગતિ 45 કિમી પ્રતિ કલાક સુધીની રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં હવામાન પલટાશે અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. આગાહી પ્રમાણે અખાત્રીજથી આંધી-વંટોળ જોવા મળશે. 25 મે થી 4 જુન વચ્ચે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી બે દિવસ ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે. આજે અને આવતીકાલે કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ધૂળની ડમરી ઉડે તેવો પવન ફૂંકાશે. ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથમાં પણ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે. રાજ્યમાં પશ્ચિમ અન ઉત્તર પશ્ચિમના ફૂંકાઈ રહેલા પવનોના કારણે આગામી પાંચ દિવસ સુધી તાપમાન 40 થી 45 ડિગ્રી આસપાસ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાઈ શકે છે.
શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, હાલ ગરમીનો પારો ઉંચકાયો છે અને આગામી દિવસોમાં પણ ગરમીનું મોજું જોવા મળશે. મે મહિનામાં બે થી ત્રણ વખત પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. એપ્રિલ મહિનામાં પ્રી મોન્સૂન ગતિવિધિ નહીં મળે. 25 મે થી રોહિણી નક્ષત્ર બેસે છે, આ ગાળામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની વધારે શક્યતા છે.
આ પણ વાંચો…રાજકોટ, અમરેલી સહીત સૌરાષ્ટ્ર તપ્યું; તાપમાનનો પારો ૪૩ ડીગ્રીએ પહોંચ્યો