
અમદાવાદઃ માર્ચ મહિનો જેમ જેમ અંત તરફ આગળ વધી રહ્યો છે, તેમ તેમ હવામાન વધુ ગરમ થઈ રહ્યું છે. જોકે હાલમાં દેશના કેટલાક સ્થળોએ વરસાદ અને જોરદાર પવન જોવા મળી રહ્યો છે, પરંતુ 30મી માર્ચ બાદ હવામાન વિભાગે તીવ્ર ગરમીનું એલર્ટ જારી કર્યું છે. પશ્ચિમી વિક્ષોભને કારણે, આગામી દિવસોમાં પહાડી વિસ્તારમાં વરસાદ પજી શકે છે. પરંતુ મેદાની વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજ 25મી માર્ચથી ગુજરાતના મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મોટાભાગના જિલ્લામાં તાપમાન ઊંચકાયું હતું. દેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ગુજરાતના સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી નોંધાયું હતું, હવામાનની આગાહી મુજબ આજથી રાજ્યના મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. 26મી માર્ચથી દિવસ અને રાત્રિના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધવાની શક્યતા છે, જેના કારણે ગરમી વધશે અને લૂની અસર જોવા મળશે. દરમિયાન ગત 24મી માર્ચે મોટાભાગના જીલ્લામાં 1થી 2 ડિગ્રી તાપમાન ઊંચકાયું હતું.
આ પણ વાંચો:Ahmedabad માં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવાશે…
ગુજરાતમાં ક્યાં કેટલું નોંધાયું તાપમાન
હવામાન વિભાગના (IMD) આંકડા મુજબ, સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી નોંધાયું હતું, રાજકોટમાં 40.5 ડિગ્રી, કંડલામાં 40 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 39.5 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી, ડીસામાં 39.6 ડિગ્રી, વિદ્યાનગરમાં 39.5 ડિગ્રી તાપમાન, વડોદરામાં 39.2 ડિગ્રી, સુરતમાં 38.7 ડિગ્રી તાપમાન, ભુજ અને નલિયામાં તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં 39.6 ડિગ્રી, ભાવનગરમાં 38.1 ડિગ્રી, મહુવા અને કેશોદમાં તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું હતું.
આ પણ વાંચો:મુંબઈ આવતી કર્ણાવતી એક્સપ્રેસ સહિતની ટ્રેનો રદઃ જાણો કારણ…
બીજી તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે કંઈક મોટું થવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલ મુજબ આ મહિનાના અંત સુધી ગુજરાતનું વાતાવરણ બદલાતું રહેશે.