અમદાવાદટોપ ન્યૂઝ

Gujarat Weather:રવિવારથી રાજ્યમાં ફરી ઊંચકાશે તાપમાનનો પારો, અંબાલાલે કરી છે આવી આગાહી…

અમદાવાદઃ ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, રવિવારથી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગતરોજ રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 37 ડિગ્રી નોંધાયું હતું.

મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો

રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. ગતરોજ સુરેન્દ્રનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 36 ડિગ્રી, અમરેલીમાં 36 ડિગ્રી, ગાંધીનગરમાં 36 ડિગ્રી, વડોદરામાં 35 ડિગ્રી, સુરતમાં 34 ડિગ્રી તાપામાન નોંધાયું હતું. 29 અને 30 માર્ચે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ​​અને ભેજવાળા પવન ફૂંકાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Gujarat Weather: મોટાભાગના જિલ્લામાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટ્યું, જાણો આગામી દિવસોમાં કવું રહેશે હવામાન…

ઠંડા પવનો અચાનક ફૂંકાવાનું કારણ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં ઠંડા પવનો. ઉત્તર ભારતના પહાડોમાંથી પશ્ચિમી વિક્ષેપ પસાર થઈ રહ્યો છે, જેના કારણે હવામાનની ગતિવિધિઓ ધીમે ધીમે ઓછી થવા લાગશે. આ વિક્ષેપ પાછળ ઠંડા પવનો ફૂંકાય છે, જે પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોમાં પહોંચશે. કેટલાક ભાગોમાં આ પવન મધ્યપ્રદેશ સુધી પણ પહોંચી શકે છે. તેની અસરને કારણે આ રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે. પરંતુ જ્યાં કોઈ અસર નહીં થાય ત્યાં તાપમાન વધતું રહેશે.

આ પણ વાંચો:ગુજરાત સરકારનો આ છે સૌથી ભ્રષ્ટ વિભાગ, જાણો વિગત…

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ લેટેસ્ટ આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં ભારે પવનના ફુંકાશે. સમુદ્ર કિનારે પણ વરસાદ અને મેઘ ગર્જના સાથે ભારે પવન ફૂંકાશે. 29 અને 30 માર્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. લગભગ સામાન્ય પવન 10થી 15 કિમી ઝડપે પવન ફૂંકાશે. દરિયાઇ વિસ્તારમાં 40 કિમી ઝડપે પવનની ગતિ રહેશે. બંગાળના સાગરમાં સીઝનનું પ્રથમ સાઇક્લોન હળવા પ્રકારનું બનશે. અરબ સાગરના ભેજના કારણે 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દક્ષિણ ગુજરાતના ભાગો જેમ કે નવસારી,સુરત આસપાસના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. ગુઆ વખતે જેટધારા દક્ષિણ તરફ રહેવાના કારણે અરબસાગરમાં તેની અસર થશે અને ભેજના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતથી 10 એપ્રિલ સુધીમાં મોટો બદલાવ આવશે. તેમજ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button