નવસારીના જલાલપુરમાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો, 8 જિલ્લાઓમાં એલર્ટ જાહેર | મુંબઈ સમાચાર
અમદાવાદ

નવસારીના જલાલપુરમાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો, 8 જિલ્લાઓમાં એલર્ટ જાહેર

અમદાવાદઃ રાજ્યના કુલ 72થી વધુ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. વિગતે વાત કરવામાં આવે તો, નવસારીના જલાલપુરમાં 2.13 ઇંચ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 1.69 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.54 ઇંચ છોટા ઉદેપુરના કવાંટમાં 1.42 ઇંચ, કોડીનારમાં 1.42 ઇંચ, જાંબુઘોડામાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ સાથે સૌરાષ્ટ્રના ગિર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, છોટાઉદેપુર સહિતના વિસ્તારમાં ઢળતી સાંજે પણ ભારે વરસાદ પડ્યો છે.

આપણ વાચો: અમદાવાદમાં આંધી; રાજકોટના વિંછિયામાં સોપારી જેવા કરા સાથે કમોસમી વરસાદ પડ્યો, ખેડૂતોની ચિંતા વધી

નવસારીના જલાલપુરમાં 2.13 ઇંચ ખાબક્યો

આ સાથે હવામાન વિભાગે વધુ ચેતવણી આપી છે કે 26 ઓક્ટોબરના રોજ ગુજરાતના 8 જિલ્લાને રેડ અલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યારે 67થી વધુ તાલુકામાં હજુ પણ 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. છેલ્લા બે દિવસમાં પડેલા ભાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી જનજીવન અસરગ્રસ્ત થયું છે.

ગુજરાતમાં 28 અને 29 ઓક્ટોબરે રાજ્યના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આપણ વાચો: અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ મુદ્દે કરી મોટી આગાહી, શિયાળુ પાકને નુકસાન થઈ શકે

હજુ ચાર દિવસ ભારે પવન અને કમોસમી વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશનના કારણે હજુ ચાર દિવસ ભારે પવન અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 30 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઠ અને પોરબંદરમાં યલો ઍલર્ટ યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ વરસાદના કારણે અત્યારે ખેડૂતોને ખેતરમાં પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આ માવઠાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. જેના કારણે સરકારે પણ ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવી પડી શકે છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button