હવામાન વિભાગે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી, ઉત્તર ગુજરાતમાં બેટિંગ શરૂ | મુંબઈ સમાચાર
અમદાવાદટોપ ન્યૂઝ

હવામાન વિભાગે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી, ઉત્તર ગુજરાતમાં બેટિંગ શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો. જો કે, હવે ફરી વરસાદે બેટિંગ કરવાનું વિચારી લીધું છે. ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદ ગુજરાતમાં તોફાની બેટિંગ કરવા માટે તૈયાર છે. આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી મોહાલ જોવા મળશે. એટલું જ નહીં પરંતુ આગામી 22મી જુલાઈ સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરાવમાં આવી છે. ફરી એકવાર હવે ગુજરાતમાં વરસાદમાં ધમરોળાશે.

ગુજરાતમાં આગામી 7 દિવસ તોફાની વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ તોફાની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે વહેલી સવારે ઉત્તર ગુજરાતમાં વરસાદની બેટિંગ શરૂ થઈ ગઈ છે. પાલનપુર અને ડીસા આસપાસના ગામડાંઓમાં સવારે તોફાની વરસાદ શરૂ થયો હોવાના અહેવાલો મળ્યાં છે. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. ઉત્તર ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સુચના

ગુજરાતમાં અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી આગાહીના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સુચના પણ આપવામાં આવી છે. કારણ કે, અત્યારે દરિયામાં કરંટ વધારે હોવાથી દરિયો ખેડવા જાવું જોખમી સાબિત થઈ શકે છે. આજે અમદાવાદમાં પણ ભારે વરસાદના આગાહી કરવામાં આવી છે. આગાહી હોવાના કારણે અમદાવાદ શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી વાદળો જોવા મળ્યાં છે.

સરેરાશ સામે અત્યાર સુધીમાં 388.6 મીમી વરસાદ નોંધાયો

રાજ્યના અનેક જિલ્લાઓમાં ગત રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં સરેરાશ વરસાદ કરતા આ સીઝનમાં વધારે વરસાદ આવ્યો છે. હજી પણ આગામી સાત દિવસથી તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સીઝનમાં ગુજરાતમાં સરેરાશ 255.7 મીમી વરસાદ થવો જોઈએ, તેની સામે અત્યાર સુધીમાં 388.6 મીમી વરસાદ તો નોંધાઈ ચુક્યો છે. જ્યારે હજી પણ વરસાદની આગાહી તો છે. જેથી આ વર્ષે પ્રમાણમાં વરસાદ થશે તેવી આશા છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને પણ પાકમાં ઘણો ફાયદો થઈ રહ્યો છે.

આ પણ વાંચો…ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ થયો? માછીમારોને 21 જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button