અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતના વાતાવરણમાં પલટો, અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ…

અમદાવાદ : ગુજરાતના ઉનાળા દરમિયાન વાતાવરણ બદલાવ આવ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગરમીથી રાહત મળી છે. કારણ કે અહી વરસાદી વાતાવરણ છવાયેલું છે. આ વિસ્તારોમાં શુક્રવારે પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તેવા સમયે અમદાવાદ શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. જેમાં શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. જેના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદ સહિત પાંચ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાનનું બદલાતુ જોવા મળી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 8મી એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ સહિત પાંચ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદ શહેરમાં ગુરવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી જ્યારે લધુત્તમ તાપમાન 21. 5 ડિગ્રી નોંધાયુ હતું .

સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો અને ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 8મી એપ્રિલ સુધી ગુજરાતના કચ્છ, પોરબંદર, મહેસાણા, પાટણ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા અને પાટણમાં ગરમીનું મોજું રહેશે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવની યલો અને ઓરેન્જની આગાહી કરવામાં આવી છે.

કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ઉત્તર ગુજરાતના સાત જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ અને 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અસહ્ય ગરમી પડશે. આજે અને 5મી એપ્રિલે કચ્છ, રાજકોટ અને જૂનાગઢ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ છે. જ્યારે 6ઠ્ઠી અને 7મી એપ્રિલે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર સાબરકાંઠા, જૂનાગઢ અને મોરબીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 24 કલાકમાં અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button