ગુજરાતમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ: આવતીકાલે પ્રસિદ્ધ થશે ડ્રાફ્ટ યાદી

અમદાવાદઃ ગુજરાતમાં હવે એસઆઈઆરની કામગીરી એટલે કે મતદાર યાદીની સુધારણા ઝુંબેશ પૂર્ણ થવાની તૈયારી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાતમાં 27મી ઓક્ટોબરે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
આ કામગીરી તારીખ 14 ડિસેમ્બર સુધી ચાલી હતી. ગુજરાતમાં એસઆઈઆરની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મળતી જાણકારી પ્રમાણે આવતીકાલે એટલે 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. જાણો શું કહે છે સમગ્ર આંકડાઓ.
આપણ વાચો: રાહુલ ગાંધીએ સંસદમાં એસઆઈઆરનો મુદ્દો ઉઠાવ્યો, આરએસએસ પર પણ પ્રહાર કર્યા
તમામ ફોર્મનું સંપૂર્ણ ડિઝિટાઇઝેશન કરી દેવામાં આવ્યું છે
આ એસઆઈઆરની કામગીરી દરમિયાન બીએલઓ દ્વારા કુલ 5.08 કરોડ ફોર્મની વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાંથી 4.34 કરોડ ફોર્મ ભરાઈને પાછા આવ્યાં છે. તમામ ફોર્મનું સંપૂર્ણ ડિઝીટાઇઝેશન કરવામાં આવ્યું છે.
જયારે છેલ્લા ચરણ સુધીમાં ધ્યાને આવ્યું કે 18,07,277 મૃત્યુ પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા, જ્યારે 9,69,813 મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા હતા તેમ જ 40,26,010 વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે, જ્યારે 3,81,534 મતદારો રિપીટેડ હોવાનું ધ્યાને આવ્યું છે.
ખાસ કરી વાત કરવામાં આવે તો મતદાર યાદીમાં બે જગ્યાએ નામ રાખવું તે ગુનો બને છે. કેટલાક મતદારો એવા પણ મળ્યાં છે કે તેમના નામ બે સરનામે પણ નોંધાય છે. SIRની કામગીરી દરમિયાન 381,534 મતદારોના નામ પુનરાવર્તિત થયા હોવાનું જાણવા મળ્યું છે.
આપણ વાચો: એસઆઈઆર અંતર્ગત ગણતરીની 98.19 ટકા કામગીરી પૂર્ણ, 17.66 લાખ મૃત મતદાર
ડ્રાફ્ટ મતદાર યાદી ક્યાં જાહેર કરવામાં આવશે?
આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારૂ નામ છે. તમને જણાવી દઈએ કે, ડ્રાફ્ટ મતદાર યાદી આવતીકાલે Gujarat Chief Electoral Officerની સત્તાવાર વેબસાઈટ https://ceo.gujarat.gov.in/Index પર મુકવામાં આવશે. આમાં તમે જરૂરી વિગતો ભરીને તમારા નામની વિગતો જાણી શકશો.
આ સાથે બીએલઓ દ્વારા એસઆઈઆરનું જે પેપરવર્ક કરવામાં આવ્યું છે તેના ફોટોગ્રાફ્સ અત્યારે વેબસાઈટ પર જિલ્લા અને તાલુકામાં વિધાનસભા-સંસદીય મતવિસ્તાર પ્રમાણે અપલોડ કરી દેવામાં આવ્યાં છે. જેમાં કયા વિધાનસભા મતવિસ્તારમાં કેટલા લોકોનું મોત થયું છે, કેટલાના નામ ડુપ્લિકેટ છે? કેટલા લોકોએ કાયમી રીતે સ્થળાંતર કર્યું છે? તેની વિગતો શેર કરવામાં આવી છે.
આપણ વાચો: ગુજરાત મતદાર યાદીમાં મોટો ખુલાસો: 17 લાખથી વધુ મતદાર મૃત મળ્યા, એસઆઈઆરમાં ચોંકાવનારો ખુલાસો
જો ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ નથી તો શું કરશો?
આ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ જો મતદારયાદી સંબંધી કોઈ પણ વાંધો કે દાવો છે તમને જણાય છે તો તેના માટે તારીખ 19 ડિસેમ્બર 2025થી તારીખે 18 જાન્યુઆરી 2026 સુધીમાં વાંધા-દાવાની અરજી કરી શકાશે. મતબલ કે ભારતના નાગરિક હોવા છતાં પણ SIR પછી કોઇ કારણસર ડ્રાફટ રોલમાં નામ નથી સામેલ થયું તો તેવા નાગરિકો આધાર પુરાવા સાથે ફોર્મ નંબર 6 ભરીને મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકશે.
જયારે બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરાયું હતું. આ બેઠકોના નિષ્કર્ષ સાથે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે મતદારોના નામની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર તથા મુખ્ય નિર્વાચન અધિકારી જિલ્લાવાર મુકવામાં આવેલી વિગતોમાંથી મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ હતી.



