અમદાવાદ

Gujarat Vidyapith ના વર્ષ 2025-26ના અંદાજપત્રને મંજૂરી, કુલાધિપતિ શિષ્યવૃત્તિ સહિત ફેલોશિપ યોજના અમલી કરાશે…

અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠની(Gujarat Vidyapith)હરિયાણામાં આયોજિત ટ્રસ્ટી મંડળની બેઠકમાં વર્ષ 2025-26નું અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ અને સંશોધન પ્રવૃત્તિઓને વધુ વેગ મળે એ દિશામાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રતિવર્ષ 100 તેજસ્વી વિદ્યાર્થીઓને ‘કુલાધિપતિ શિષ્યવૃત્તિ’ આપવામાં આવશે. આ માટે રૂપિયા 10 લાખની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો…અમદાવાદમાં યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો કાર્યક્રમ જાહેર; દિગ્ગજ નેતાઓની હાજરી…

વિદ્યાપીઠના પીએચ.ડી. ના વિદ્યાર્થીઓને ‘ગાંધી વિચાર વિસ્તારક’ યોજના અંતર્ગત ફેલોશિપ અપાશે. પ્રતિ વર્ષ પાંચ વિદ્યાર્થીઓને દર મહિને રૂપિયા 25,000 ફેલોશિપ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકોના સંશોધન કાર્ય માટે પ્રતિવર્ષ રૂપિયા દસ લાખ લેખે રૂપિયા 50 લાખની વિશેષ ફાળવણી કરવામાં આવી છે.

ગાંધી વિચાર વિસ્તારક’ યોજના અંતર્ગત ફેલોશિપ અપાશે

ગુજરાત વિદ્યાપીઠ મંડળની ગુરુકુલ કુરુક્ષેત્રમાં મળેલી આ બેઠકમાં ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ અને સંશોધન પ્રવૃત્તિઓને વધુ વેગ મળે એ દિશામાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રતિવર્ષ 100 તેજસ્વી વિદ્યાર્થીઓને ‘કુલાધિપતિ શિષ્યવૃત્તિ’ આપવામાં આવશે. આ માટે રૂપિયા 10 લાખની ફાળવણી કરવામાં આવી છે. વિદ્યાપીઠના પીએચ.ડી. ના વિદ્યાર્થીઓને ‘ગાંધી વિચાર વિસ્તારક’ યોજના અંતર્ગત ફેલોશિપ અપાશે.

પ્રતિવર્ષ પાંચ વિદ્યાર્થીઓને દર મહિને રૂપિયા 25,000 ફેલોશિપ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકોના સંશોધન કાર્ય માટે પ્રતિવર્ષ રૂપિયા દસ લાખ લેખે રૂપિયા 50 લાખની વિશેષ ફાળવણી કરવામાં આવી છે.

ગુજરાત વિદ્યાપીઠ મંડળની વર્ષ 2024-25 ની ચતુર્થ બેઠક કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે કુરુક્ષેત્રમાં ગુરુકુલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં કુલપતિ ડૉ. હર્ષદ પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી અને ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ટ્રસ્ટી પદ્મભૂષણ રાજ બિરલા, ટ્રસ્ટી કૃષ્ણ કુલકર્ણી, આયેશાબેન પટેલ, દિલીપ ઠાકર, સુરેશભાઈ રામાનુજ, ચંદ્રવદન શાહ અને વિશાલ ભાદાણીએ ભાગ લીધો હતો.

ગાંધી ગ્રામજીવન પદયાત્રા માટે રૂપિયા 50 લાખની ફાળવણી

આ ઉપરાંત આગામી તારીખ છઠ્ઠી ડિસેમ્બરે ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક સંઘનું શતાબ્દી મહાસંમેલન યોજાશે. આ મહાસંમેલનમાં વિદ્યાપીઠના 10,000 જેટલા પૂર્વ સ્નાતકોને આમંત્રણ પાઠવવાનું આયોજન છે. આ મહાસંમેલન માટે રૂપિયા 50 લાખની વિશેષ ફાળવણીને પણ આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. ગૂજરાત વિદ્યાપીઠ મંડળની આ બેઠકમાં વર્ષ 2025-26ના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત ગાંધી ગ્રામજીવન પદયાત્રા માટે રૂપિયા 50 લાખની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો…અમદાવાદીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો સુધરી જજો, આજથી થશે FIR

ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણની 2025ના શૈક્ષણિક વર્ષ માટેની પ્રવેશ માર્ગદર્શિકાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં કોશ કાર્યાલય શરૂ કરીને કોશના સંપાદક તરીકે અરવિંદભાઈ ભંડારીની નિયુક્તિ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. મંડળના પૂર્વ ટ્રસ્ટી સ્વર્ગસ્થ પરસદરાય દીનમણિશંકર શાસ્ત્રીને આ બેઠકમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button