અમદાવાદટોપ ન્યૂઝ

આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, આજે ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતના મોટાભાગના વિસ્તારો વરસાદ થયો છે. આજે પણ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે હવામાન વિભાગ દ્વારા નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદની આગાહીના કારણે દરિયાકાંઠે આવેલા જિલ્લાઓમાં માછીમારોને દરિયો ના ખડેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. કારણ કે, દરિયામાં કરંટ હોવાના કારણે પોરબંદરના દરિયામાં પાંચ માછીમારો ગુમ થયા હોવાના સમાચાર મળ્યાં છે.

સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી

આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અને અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈ કાલે રાજ્યમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ થયો હતો. કાલે અમદાવાદના એસજી હાઈવે, બોપલ, ઘુમા, આંબલી, પ્રહલાદનગર, આનંદનગર,વેજલપુર, બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગે આ 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ

આવતીકાલની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ચોમાસું શરૂ થયું હોવાથી મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ સીઝનનો 30 ટકા વરસાદ તો આ 15 દિવસમાં જ થઈ ગયો છે. જો કે, હજી પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો…આવતીકાલે કચ્છમાં અતિભારે અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રને પણ ધમરોળશે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button