અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ, આ વિસ્તારોમાં આજે વરસાદની આગાહી

અમદાવાદ : દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનું આગમન થયું છે. જ્યારે ગુજરાતના પણ પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે. જોકે, આ પૂર્વે રાજયના હવામાન પલટાયું છે.જેમાં છેલ્લા બે દિવસમાં તાપમાનના ઘટાડો થયો છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે નોંધાયુ છે. ગુજરાતમાં 32.3 ડિગ્રીથી લઈને 39.3 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયુ હતું. 39.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં પણ 38.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

સામાન્ય વરસાદની આગાહી

જોકે, આ ઉપરાંત હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

સાત જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજયમાં રાજ્યમાં સાત જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે સાથે જ હળવા વરસાદનું પણ અનુમાન છે.

આ પણ વાંચો…ગુજરાતમાં આગામી 6 જુન સુધી વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટાં આવશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button