પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે તૈયાર થઈ જાઓ, શારીરિક કસોટીની તારીખ જાહેર

અમદાવાદઃ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટીની તારીખ જાહેર કરવામાં આવી છે. પીએસઆઈ અને લોકરક્ષકની શારીરિક કસોટી તારીખ 21/01/2026ના રોજથી શરૂ થશે.
જેના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. PSI અને LRDની 13,591 જગ્યાઓ માટે શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ થશે. ગુજરાત પોલીસ ભરતીની કુલ 13,591 જગ્યાઓ માટે આગામી 21 જાન્યુઆરી 2026થી શારીરિક કસોટી શરૂ થવાની છે.
આપણ વાચો: ખાખીનું સપનું થશે સાકાર! આ 5 સ્ટેપ્સ અપનાવો અને પોલીસ દોડમાં મેળવો ફુલ માર્ક્સ…
કોલલેટર ડાઉનલોડની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટીની તારીખ જાહેર કરવામાં આવી છે, પરંતુ કોલ લેટર અંગે કોઈ તારીખ જાહેર નથી કરાઈ. કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અંગેની વિગત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ ભરતી બોર્ડે જણાવ્યું છે.
ભરતીના આંકડાની વાત કરવામાં આવે તો, PSI અને લોકરક્ષક કેડર માટે 13,591 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ ભરતીમાં રાજ્યભરમાંથી 14,28,546 ઉમેદવારોએ અરજી કરી છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ જોતા રહેવા સૂચના
PSI અને LRDની ભરતી માટે પહેલા શારીરિક કસોટી મહત્વપૂર્ણ માપદંડ ગણાય છે. શારીરિક કસોટી દરમિયાન તમામ ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા તથા શારીરિક ધોરણો અંગે પૂર્વ તૈયારી રાખવા માટે ભરતી બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે. આ સાથે કોલ લેટર માટે નિયમિત રીતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અધિકૃત વેબસાઈટ પર જોવા માટે પણ કહેવામાં આવ્યું છે.



