ગુજરાતમાં Patidar Aandolan મુદ્દે ઉદ્યોગપતિ કરશન પટેલનું મોટું નિવેદન, કહી આ વાત
અમદાવાદ: ગુજરાતના ઉદ્યોગપતિ કરશન પટેલે રાજ્યમાં વર્ષ 2015માં શરૂ થયેલા પાટીદાર આંદોલનને(Patidar Aandolan)મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે પાટીદાર આંદોલનને વખોડીને તેને નિષ્ફળ ગણાવ્યું હતું.
પાટણના એક સામાજિક કાર્યક્રમમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે પાટીદાર આંદોલનથી સમાજને કશું ન મળ્યું અને અનામત આંદોલનમાં માત્ર સમાજના યુવાનો શહીદ થયા છે. તેમજ કહેવાતા આગેવાનોએ પોતાના રાજકીય રોટલા શેકી લીધા છે.
આંદોલન અનામત માટેનું હતું કે કોઈને કાઢવાનું?
આ ઉપરાંત તેમણે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ પર આડકતરો ઈશારો કરતાં જણાવ્યું હતું કે આ આંદોલનના લીધે લેઉઆ પાટીદારની દીકરીને ( આનંદીબેન પટેલ) સીએમ પદ પણ છોડવું પડ્યું. પટેલો જ પટેલોને કાઢે તે શક્ય નથી. તેથી આ એક સંશોધનનો વિષય છે.
આપણ વાંચો: પાટીદાર આંદોલન વખતના પેન્ડિંગ કેસમાં હાર્દિક પટેલને રાહત નહિ, જાણો કોર્ટે શું કહ્યું
આંદોલન કરનારાઓએ માત્ર રાજકીય રોટલા શેક્યા તેનાથી સમાજને કોઈ ફાયદો થયો નથી. ત્યારે સવાલ કરતા તેમણે એમ પણ કહ્યું કે શું આંદોલન અનામત માટેનું હતું કે કોઈને કાઢવાનું? પાટીદાર અનામત આંદોલનના નેતાઓ પર આડકતરો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોના પરિવારોને હજી સુધી ન્યાય નથી મળ્યો.
પાટણમાં આયોજિત પાટીદાર સમાજના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક મહાનુભાવ પણ હાજર રહ્યા હતા.
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન શરૂ કરાયું
આપણ વાંચો: ખોડલધામ અને ઉમિયાધામે કેશુબાપાનો ‘બખૂબી’ ઉપયોગ જ કર્યો: 27 ઑક્ટો, ખાંડા ખખડાવશે કુર્મી પાટીદારો
ગુજરાતમાં વર્ષ 2015 માં પાટીદારોને અન્ય પછાત વર્ગમાં સમાવવાની માંગ સાથે પાટીદાર અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જેની માટે ગુજરાત દેખાવો કરવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોના નેતૃત્વના શરૂ કરવામાં આવ્યું હતું.
જેમાં અનેક પાટીદાર યુવકો પર પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. તેમજ 12 પાટીદાર યુવકના મૃત્યુ થયા હતા. આ આંદોલન 06 જુલાઇ 2015 થી શરૂ થઇને 14 જાન્યુઆરી 2019 સુધી ચાલ્યું હતું. જેમાં સરકારે આખરે આર્થિક રીતે પછાત વર્ગ માટે અલગ આયોગની રચના કરી હતી.