અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં ભરઉનાળે હવામાન વિભાગની પવન સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં સતત વધી રહેલી ગરમી વચ્ચે બદલાયેલા વાતાવરણને લોકોને ગરમીથી રાહત આપી છે. જેમાં રવિવારે સવારે બદલાયેલ વાતાવરણથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. તેમજ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.

પવન સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં ક્યાંક વરસાદનું ઓરેન્જ તો કયાક યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરી હતી.

એન્ટી સાઈક્લોનિક સરક્યુલેશન એક્ટિવ

આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ અરબી સમુદ્ર, પાકિસ્તાન-અફઘાનિસ્તાનની આસપાસ એક મજબુત હાઇપ્રેશરની સિસ્ટમ સક્રિય થઇ છે. જેને એન્ટી સાઈક્લોનિક સરક્યુલેશન પણ કહે છે. જેના લીધે ગરમ પવન ફૂંકાતા ગરમીના પ્રમાણમાં વધારો થાય છે.

આ પણ વાંચો: બનાસકાઠામાં કરા પડ્યા, રાજ્યભરમાં ખેડૂતોની વધી ચિંતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button