અમદાવાદ

Gujarat રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર, સ્થાપિત ક્ષમતા સાથે દેશમા દ્વિતીય ક્રમે

અમદાવાદ : ગુજરાત(Gujarat)રિન્યુએબલ એનર્જી ક્ષમતા વધારવા સતત કાર્યરત છે. જેના પગલે રિન્યુએબલ એનર્જીની સ્થાપતિ ક્ષમતામાં દેશમાં દ્વિતીય ક્રમે છે.તેમજ રાજ્યના અનેક નવી યોજનાનો અમલમાં મૂકવામાં આવી રહી છે. જેમાં વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ક્લાઇમેટ ચેન્જ રાજ્ય પ્રધાન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે ગુજરાત કુલ 31482. 79 મેગાવોટ રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા સાથે દેશમાં દ્વિતીય ક્રમે આવે છે.

પવન ઊર્જા તેમજ સૌર ઊર્જાની વિપુલ તકો

તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં વર્ષ 2009માં ક્લાઇમેટ ચેન્જ વિભાગની રચના કરી હતી. રાજ્યમાં 1600 કિ.મી. લાંબો દરિયા કિનારો તેમજ ભૌગોલિક પરિસ્થિતિને લીધે પવન ઊર્જા તેમજ સૌર ઊર્જાની વિપુલ તકો રહેલી છે.

આપણ વાંચો: હવે ગુજરાતમાં કોઈપણ ડેવલપર સ્થાપી શકશે રિન્યુએબલ એનર્જી પાર્ક: સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય…

વિન્ડ પાવર પ્રોજેક્ટ પણ કાર્યરત

રાજ્યમાં વિન્ડ પાવર પ્રોજેક્ટ અંતર્ગત 12,473. 78 મેગાવોટ, સોલાર પાવર પ્રોજેક્ટથી 16,795. 77 મેગાવોટ, બાયોપાવર એટલે કે બાયો માસ અને વેસ્ટ ટુ એનર્જીથી 116.60 મેગાવોટ, સ્મોલ હાયડ્રો પાવરથી 106. 64 મેગાવોટ, લાર્જ હાયડ્રો પાવરથી 1990 મેગાવોટ સહિત કુલ 31,482.79 મેગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button