અમદાવાદ

ગુજરાતના જુનાગઢ જિલ્લાની થશે કાયાપલટ, સરકારે 634 કરોડના વિકાસ કાર્યોની જાહેરાત કરી

અમદાવાદ : ગુજરાત સરકાર દરેક જિલ્લાના વિકાસ માટે કટિબદ્ધ છે. જે અંતર્ગત આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટ યાર્ડ ખાતેથી વિસાવદર સહિત જૂનાગઢ જિલ્લાના 634 કરોડના કરોડના વિકાસ કામોની જાહેરાત અને 94 કરોડના કામોની ભેટ આપી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર વિકાસ માટે જોઈએ એટલા નાણા આપશે. સ્થાનિક ટીમ સંકલન કરીને નવા વિકાસ કામોની પણ દરખાસ્ત મોકલી આપે.

આપણ વાંચો: Rajkot ને 13 ડિસેમ્બરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રૂ. 793.45 કરોડના વિકાસકામોની ભેટ આપશે

રોડ રસ્તા સહિતના વિકાસકામો માટે નાણાની ફાળવણી

મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લામાં રૂપિયા 634 કરોડથી વધુના નવા કામોની જાહેરાત કરી હતી. 94 કરોડના ઇ – ખાતમુહુર્ત અને લોકાર્પણ સહિત વિકાસ કાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા વિસ્તાર માટે રોડ રસ્તા સહિતના વિકાસકામો માટે અંદાજે રૂપિયા 634 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી.

જેમાં વિસાવદરમાં રોડ રસ્તા માટે અંદાજે રૂપિયા 259 કરોડ ઉપરાંત રૂપિયા 55 કરોડના ખર્ચે અધ્યતન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણના કામનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: ધંધુકા ખાતે ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમનું મુખ્ય પ્રધાને કર્યું લોકાર્પણ; કરોડના વિકાસકામોની ભેટ

પાંચ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની જોગવાઈ

રાજ્ય સરકારે બજેટમાં પાંચ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની જોગવાઈ કરી છે તેમાં વિસાવદરનો પણ સમાવેશ છે અને આ માટે જમીનની પણ ફાળવણી થઈ ગઈ છે.

તેમણે રાજ્ય સરકારની અગ્રતાના સંદર્ભમાં કહ્યું કે, તાજેતરમાં ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં સરકારે રૂપિયા એક કરોડનો વધારો કર્યો છે, તેમાં રૂ.50 લાખ માત્ર પાણીના કામોમાં ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

આપણ વાંચો: પીએમ મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાતે: મહારાષ્ટ્રમાં 7500 કરોડના વિકાસના કામોનું ઉદ્ઘાટન કરશે

માર્કેટિંગ યાર્ડ ખાતે રૂ. 36.95 કરોડના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ

મુખ્યમંત્રીએ વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે રૂ. 36.95 કરોડના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કર્યું હતું. જેમાં વંથલી ખાતે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના ગોડાઉન કોમ્પલેક્ષ,જિલ્લા પંચાયત જૂનાગઢ સંચાલિત સ્પોર્ટ્સ ક્લબમાં બોક્સ ક્રિકેટ,ટેબલ ટેનિસ,જીમ,આર્ચરી જેવી સુવિધાઓના કામનું,જુનાગઢ શહેર ખાતે બીઆરસી ભવન ના બાંધકામ,કેશોદ ખાતે ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલ ના કામનું અને વિસાવદર ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની બે શાખાઓનું નવીનીકરણ અને પાંચ મંડળીઓને માઇક્રો એટીએમ વિતરણ કર્યું હતું.

રોડના રિસર્ફેસિંગના છ કામોનું ઈ ખાતમુહૂર્ત યોજાયું

મુખ્યમંત્રી એ રૂ. 57.13 કરોડના વિવિધ કામોનું ઈ ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં જૂનાગઢ શહેર ખાતે નવી આઈટીઆઈ બિલ્ડીંગના બાંધકામ, જૂનાગઢ શહેર ખાતે જિલ્લા પંચાયત જૂનાગઢ સંચાલિત સ્પોર્ટ્સ ક્લબમાં બેડમિન્ટન કોર્ટના કામનું, જૂનાગઢ શહેર ખાતે સબ રજિસ્ટ્રાર કચેરી, તથા સીટી સર્વે કચેરી અને માળિયાહાટીના ખાતે મામલતદાર કચેરીના બાંધકામનું, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અંતર્ગત રોડના રિસરફેસિંગના કુલ ચાર કામોનું, માર્ગ અને મકાન વિભાગ પંચાયત અંતર્ગત રોડના રિસર્ફેસિંગના કુલ છ કામોનું ઈ ખાતમુહૂર્ત યોજાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button