Gujarat માં દિવ્યાંગ ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું ભૂમિપૂજન કરાયું

અમદાવાદ : ગુજરાતના(Gujarat)ગાંધીનગર ખાતે રૂપિયા 316.82 કરોડના ખર્ચે નિર્માણ પામનાર માટે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું.
મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે આયોજિત આ સમારોહ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં નાગરિકલક્ષી ડિજિટલ સેવા કેન્દ્રોની વ્યાપકતા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તેમજ ભારત સરકાર હેઠળના કોમન સર્વિસ સેન્ટર (CSC)વચ્ચે સમજૂતી કરાર (MoU)સંપન્ન થયા હતા.
આપણ વાંચો: દિવ્યાંગોની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ચૅમ્પિયન, જાણો કેવી રીતે ટ્રોફી હાંસલ કરી…
પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ સમારોહમાં આવેલા ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, દિવ્યાંગ ખેલાડીઓ માટે અદ્યતન સુવિધાઓ ધરાવતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું “પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર” ગુજરાતમાં કાર્યરત થશે.
ગુજરાતના પેરા એથ્લિટ્સને વિશ્વ કક્ષાની તાલીમ મળે, રાજ્ય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ ઉત્તમ માળખાકીય સુવિધાઓ અને દિવ્યાંગજનોમાં રહેલી શક્તિઓને મંચ આપવા માટે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આપણ વાંચો: અમેરિકાના પુરુષ ફૂટબોલર્સને કોચની સલાહ, ‘મહિલા ખેલાડીઓ પરથી પ્રેરણા લો’
વૈશ્વિક રમતોમાં ભારતના ખેલાડીઓના કૌવત અને કૌશલ્ય ઝળક્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યના પેરા એથલિટ્સ વર્લ્ડ ક્લાસ ઈન્ફરાસ્ટ્રક્ચર સાથે યોગ્ય તાલીમ મેળવીને વિશ્વ કક્ષાની રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવી નેમ આ હાઈ પરફોર્મન્સ સેન્ટર સાકાર કરશે.
ખેલકૂદ-રમતગમતને અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના અભિગમને કારણે વૈશ્વિક રમતોમાં ભારતના ખેલાડીઓના કૌવત અને કૌશલ્ય ઝળક્યા છે.
દિવ્યાંગ ખેલાડીઓ માટે વર્લ્ડ સ્પોર્ટ્સ ક્ષેત્રે પર્દાપણનું કેન્દ્ર બનશે
ગુજરાતના ખેલાડીઓને આવી વિશ્વ સ્પર્ધાઓમાં ઉજ્જવળ પ્રદાન માટે શરૂ કરાવેલા ખેલ મહાકુંભને પરિણામે આજે ગુજરાતના ખેલાડીઓ પેરા ઓલિમ્પિક્સમાં પ્રતિનિધિત્વ કરીને મેડલ્સ મેળવતા થયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રૂપિયા 316 કરોડના ખર્ચે નિર્માણ થનારું આ સેન્ટર આવનારા દિવસોમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે વર્લ્ડ સ્પોર્ટ્સ ક્ષેત્રે પર્દાપણનું કેન્દ્ર બનશે.