અમદાવાદ

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં HMPV વાયરસના કુલ 10 કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહિ

અમદાવાદ : ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV)ના 10 કેસ નોંધાયા હતા. તેમજ યોગ્ય સારવારના પગલે નોંધાયેલ કેસમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

આ વાયરસને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા સમયાંતરે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ હોસ્પિટલોમાં બેડ, ઓક્સીજન, પી.પી.ઈ. કીટ, N-95 માસ્ક, ડ્રગ્સ અને લોજીસ્ટીક પૂરતા પ્રમાણમાં તેમજ વેન્ટીલેટર, PSA પ્લાન્ટ ફન્કશનલ કરાયા છે.

આપણ વાંચો: છત્તીસગઢમાં HMPV વાઈરસનો નોંધાયો પહેલો કેસ

ઇનફ્લુએન્ઝા અને શ્વસનતંત્રના કેસોના સઘન સર્વેલન્સની કામગીરી

સરકાર દ્વારા આ રોગને અટકાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે જેમાં, HMPV રોગ ન ફેલાય તે માટે ઇનફ્લુએન્ઝા અને શ્વસનતંત્રના કેસોના સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ કર્મીઓને (HMPV)રોગ અટકાયતી અને નિયંત્રણની કામગીરી બાબતે માર્ગદર્શન અપાયું.

સારવાર વ્યવસ્થા સુનિશ્વિત કરવામા આવી

આ ઉપરાંત આરોગ્ય મંત્રીકહ્યું કે, (HMPV)થી બચવા માટેના પગલા લેવા પ્રચાર પ્રસાર કરાય છે. રાજ્યની તમામ જિલ્લા હોસ્પિટલ અને મેડીકલ કોલેજને (HMPV)ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓનું કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ટેસ્ટીંગ કરાય છે. સરકાર દ્વારા વખતો-વખત જાહેર કરવામાં આવતી માર્ગદર્શિકા અનુસાર નિયંત્રણના પગલાં અને સારવાર વ્યવસ્થા સુનિશ્વિત કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button