ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, પિતાની સંમતિ વિના પણ બાળકોના પાસપોર્ટ રિન્યુ થશે | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, પિતાની સંમતિ વિના પણ બાળકોના પાસપોર્ટ રિન્યુ થશે

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા એક મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. હવે ગુજરાતમાં પિતા દ્વારા જો એનઓસી આપવામાં ના આવે તો પણ બાળકોના પાસપોર્ટ રિન્યુ કરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં આ સંદર્ભમાં એક આદેશ જારી કર્યો છે. થોડા સમય પહેલા NOC વિના પાસપોર્ટ ઓફિસે દસ્તાવેજો રિન્યુ કરવાની ના પાડી દીધી હતી, જેથી આ સગીરોની છૂટાછેડા લીધેલી માતાએ હાઈકોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસમાં ગુજરાત હાઈ કોર્ટે ચુકાદો આપ્યો છે.

દીકરીના પાસપોર્ટ માટે માતાએ હાઈ કોર્ટના દ્વાર ખટખટાવ્યા

ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, વડોદરાની એક મહિલાની મોટી દીકરી આગામી 8 નવેમ્બરે યુનાઇટેડ સ્ટેટ્સમાં એક પરીક્ષણ માટે જવાનું છે. જ્યારે 12 ઓગસ્ટે દીકરીના પાસપોર્ટને રિન્યુ કરવા માટે પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસનો સંપર્ક કર્યો ત્યારે અધિકારીએ આ પાસપોર્ટ રિન્યુ માટે પિતાની સંમતિ જરૂરી છે તેવું જણાવ્યું હતું. જેથી મહિલાએ હાઈ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં હતાં.

આપણ વાચો: ‘પલ્પ ફિક્શન’ની યાદ અપાવતા કેસમાં ગુજરાત હાઈ કોર્ટે શું આપ્યો મોટો ચુકાદો? જાણો વિગત…

2022 માં મહિલાએ લીધા હતા છૂટાછેડા

આ મહિલાએ માર્ચ 2022 માં છૂટાછેડા લીધા હતા અને બાળકો એક એમઓયુ હેઠળ તેની સાથે રહે છે. છૂટાછેડા વખથે પતિએ બાળકો સંબંધિત કાનૂની ઔપચારિકતાઓમાં મદદ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ અત્યારે બાળકોના પાસપોર્ટ નવીકરણ માટે પતિ પાસેથી NOC મેળવવું હાલમાં અશક્ય છે, અને જો પાસપોર્ટ મંજૂર ન થાય તો પુત્રીને નુકસાન થઈ શકે તેવું મહિલાએ કોર્ટમાં જણાવ્યું હતું.

પાસપોર્ટ શક્ય તેટલી વહેલી તકે રિન્યુ કરવાનો નિર્દેશ

આ કેસમાં સુનાવણી દરમિયાન હાઈ કોર્ટના ન્યાયાધીશે પાસપોર્ટ નિયમો,1980 ના અનુસૂચિ 2 ની કલમ 4(3) નો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે, જો માતાપિતા અલગ થયા હોય પરંતુ ઔપચારિક રીતે છૂટાછેડા લીધા ન હોય, તો માતાપિતામાંથી એકની સંમતિ જરૂરી છે.

જેથી આ કેસમાં છૂટાછેડાનો હુકમ જારી કરવામાં આવ્યો હોવાથી બાળકો એમઓયુ હેઠળ માતાની કસ્ટડીમાં છે, તો બંને સગીર અરજદારોના પાસપોર્ટ શક્ય તેટલી વહેલી તકે રિન્યુ કરવાનો નિર્દેશ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button