અમદાવાદટોપ ન્યૂઝ

Gujarat હાઈકોર્ટે સગીર દુષ્કર્મ પીડિતાને વધુ વળતર પેટે 12.75 લાખ ચૂકવવા આદેશ કર્યો..

અમદાવાદઃ દુષ્કર્મ પીડિતોના વળતર સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ આદેશમાં ગુજરાત(Gujarat)હાઈકોર્ટના જસ્ટીસ વી.કે.વ્યાસે ગુજરાત રાજ્ય કાનૂની સત્તા સેવા મંડળને એક સગીર દુષ્કર્મ પીડિતાને 12.75 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ કર્યો હતો. આ જધન્ય કૃત્ય બદલ સગીર પીડિતાને ગર્ભપાત કરાવવો પડ્યો હતો. આ વળતર ચૂકવણીની રકમમાં અગાઉ ટ્રાયલ કોર્ટ દ્વારા હૂકમ કરાયેલા ત્રણ લાખ રૂપિયા પણ સામેલ છે.

19.50 લાખ રૂપિયાનું વળતર મેળવવા માટે હકદાર

સગીર દુષ્કર્મ પીડિતાના વકીલ નીરવ પારઘીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર પાસે પીડિતા અથવા તેના આશ્રિતોને વળતર ચૂકવવા માટેની એક યોજના છે. જે લોકોને શારીરિક ગુનાઓના કારણે ઈજા થઈ હોય અથવા નુકસાન થયું હોય તેમને પુનર્વસનની જરૂર છે. જેનું નામ ગુજરાત પીડિતા વળતર યોજના 2019 છે. આ યોજના હેઠળ પીડિત વ્યક્તિ 19.50 લાખ રૂપિયાનું વળતર મેળવવા માટે હકદાર છે. આ કેસમાં ટ્રાયલ કોર્ટે આરોપીને સાત વર્ષની કેદ અને ત્રણ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો હતો.

આ પણ વાંચો:ગુજરાત એસટી બસની મુસાફરી મોંઘી થશેઃ બસના ભાડાંમાં દસ ટકાનો વધારો ઝિંકાયો

આ દુષ્કર્મનો ગંભીર કેસ : હાઈકોર્ટ

પીડિતાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, કોર્ટના આદેશમાં ઓછી રકમ આપવાના કારણો દર્શાવાયા નથી. આ કેસની સુનાવણી બાદ હાઈકોર્ટે વિવિધ પાસાઓ હેઠળ 12.75 લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું. કોર્ટે અવલોકન કર્યું હતું કે, પ્રાથમિક રીતે એવુ લાગે છે કે, અરજદાર પીડિતાને શારીરિક સતામણી, માનસિક યાતના અને આઘાત સહન કરવો પડ્યો છે. આરોપી દ્વારા તેની સાથે અનેકવાર દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાથી તેને ગર્ભપાત પણ કરાવવો પડ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, આ દુષ્કર્મનો ગંભીર કેસ છે. જેથી ટ્રાયલ કોર્ટે વધુ વળતર ચૂકવવાની જરૂર હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button