… તો ગોધરા કાંડ ન થયો હોત, ગુજરાત હાઈ કોર્ટે જીઆરપીના 9 જવાનોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય યોગ્ય ગણાવ્યો

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડ સાથે જોડાયેલા કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે 9 રેલવે પોલીસકર્મી (જીઆરપી)ને સસ્પેન્ડ કરવાનો નિર્ણય યથાવત્ રાખ્યો હતો. તેમને 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસની સુરક્ષા ડ્યુટી પર તૈનાત કરવામાં આવ્યા હતા. પરંતુ ટ્રેન મોડી પડવાના કારણે તેઓ ફરજ પર પહોંચી શક્યા નહોતા અને બીજી ટ્રેન દ્વારા વિલંબથી પહોંચ્યા હતા.
કોર્ટે શું કહ્યું?
એક રિપોર્ટ પ્રમાણે, ન્યાયાધીશ વૈભવી નાણાવટીએ 24 એપ્રિલે આપેલા ચુકાદામાં કહ્યું કે, જો આ પોલીસકર્મી સાબરમતી એક્સપ્રેસમાં સવાર હોત તો ગોધરા કાંડ બન્યો ન હોત. આ ઘટનામાં 59 મુસાફરોના મૃત્યુ થયા હતા.
કોર્ટે કહ્યું, પોલીસકર્મીઓ દ્વારા રજિસ્ટરમાં ખોટી એન્ટ્રી કરવામાં આવી હતી અને શાંતિ એક્સપ્રેસથી પરત ફર્યા હતા. જો તેઓ સાબરમતી એક્સપ્રેસથી જ રવાના થયા હોત તો ગોધરા કાંડ ન થયો હતો. આ ગંભીર બેદરકારી છે. જે પોલીસકર્મીઓને ફરજ પર મુકવામાં આવ્યા હતા, તેમણે દાહોદ સ્ટેશનથી સાબરમતી એક્સપ્રેસમાં સવાર થઈને અમદાવાદ સુધી પેટ્રોલિંગ કરવાનું હતું પરંતુ જ્યારે તેમણે ટ્રેન મોડી હોવાનું સાંભળ્યું ત્યારે શાંતિ એક્સપ્રેસથી પરત ફર્યા હતા.
ગુજરાત સરકારે ઘટનાની તપાસ બાદ 2005માં 9 જીઆરપી કર્મચારીઓને સેવામાંથી સસ્પેન્ડ કર્યા હતા. જેમાં ત્રણ હથિયારધારી અને છ સામાન્ય પોલીસકર્મી હતા. તેમણે ચુકાદાને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ કોર્ટે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.
સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, આ પોલીસકર્મીઓએ માત્ર ડ્યુટીથી બચવા માટે જ બીજી ટ્રેન પકડી હતી. તેમણે દાહોદ સ્ટેશન પર ખોટી એન્ટ્રી પણ કરી હતી. જેનાથી કંટ્રોલ રૂમમાં ટ્રેનમાં પૂરતી સુરક્ષા હોવાનો ખોટો મેસેજ ગયો હતો. સાબરમતી એક્સપ્રેસમાં ચેન પુલિંગ, ઝઘડા તથા અન્ય ગુના થતા હોવાથી સુરક્ષા જરૂરી હતી અને તેને એ કેટેગરીમાં રાખવામાં આવી હતી.
શું હતો મામલો?
ન્યાયાધીશ નાણાવટીએ કહ્યું કે, અરજીકર્તાએ તેમની જવાબદારીને ગંભીરતાથી લીધી નથી. આટલી મહત્ત્વપૂર્ણ ફરજને હળવાશથી લીધી હતી. કોર્ટે માન્યું કે આ મામલે કોઈ હસ્તક્ષેપ યોગ્ય નથી અને કલમ 226 અંતર્ગત અરજી નકારી હતી. આ નિર્ણય માત્ર ફરજમાં બેદરકારી જ નથી દર્શાવતો પરંતુ સુરક્ષામાં નાની ભૂલ મોટી ઘટનામાં બદલાઈ શકે તેમ દર્શાવે છે.
શું હતો મામલો
27 ફેબ્રુઆરી 2022ના રોજ સવારે 7.40 કલાકે ગોધરા સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસના એસ6 કોચમાં આગ લગાવવામાં આવી હતી. જેમાં 59 મુસાફરોના મૃત્યુ થયા હતા. મૃતકોમાં મોટાભાગના કારસેવક હતા. તેઓ ઉત્તર પ્રદેશના અયોધ્યાથી પરત આવતા હતા.
આ પણ વાંચો…ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ પાસપોર્ટ રિન્યૂ થઈ શકેઃ ગુજરાત હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો