અમદાવાદ

અકસ્માતમાં વળતર મુદ્દે માત્ર શારીરિક અપંગતાના સર્ટિ પર આધાર ન રાખી શકાયઃ હાઈકોર્ટનો ચૂકાદો…

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે એક ચૂકાદો આપતાં નોંધ્યું હતું કે, મોટર વાહન અકસ્માત ટ્રિબ્યુનલ કાર્યાત્મક અપંગતાનું મૂલ્યાંકન કરવાની ફરજ ધરાવે છે અને તે માત્ર પ્રમાણપત્ર કે સર્ટિફિકેટમાં દર્શાવેલ શારીરિક અપંગતા પર આધાર રાખી શકે નહી. ટ્રિબ્યુનલ ફકત ડોકટર દ્વારા ઇશ્યૂ કરાયેલા શારીરિક અપંગતાના સર્ટિફિકેટ પર માત્ર આધાર રાખી શકે નહી. કાર્યાત્મક અપગંતાનું યોગ્ય મૂલ્યાંકન કરવાની ટ્રિબ્યુનલની ફરજ છે.

2002માં સર્જાયેલા એક અકસ્માતમાં પિતાનું મોત થયું હતું. જ્યારે પાંચ વર્ષના સગીર પુત્રને માથા સહિતના ભાગોએ બહુ જ ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે પેરાપ્લેજીયા-લકવાગ્રસ્ત બન્યો હતો. આ કેસની સુનાવણીમાં જસ્ટીસ જે.સી. દોશીએ વાહન અકસ્માતમાં લકવાગ્રસ્ત થનાર એક સગીરને વળતર વધારી આપતા ચૂકાદામાં સ્પષ્ટ કર્યું હતુ કે, મોટર વાહન અકસ્માત ટ્રિબ્યુનલ પીડિતની સંભવિત આવક અથવા તો કમાણી પર શારીરિક અપંગતાના પ્રભાવનું મૂલ્યાંકન કરવુ જોઇએ. ટ્રિબ્યુનલ ફકત ડોકટર દ્વારા ઇશ્યૂ કરાયેલા શારીરિક અપંગતાના સર્ટિફિકેટ પર આધાર રાખી શકે નહી.

આ પણ વાંચો: પ્રોપર્ટી ટેક્સ વસૂલાત મુદ્દે અમદાવાદ મનપાની લાલ આંખ, એક દિવસમાં 4,200થી વધુ મિલકત સીલ

હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ટ્રિબ્યુનલ એ સમજવામાં નિષ્ફળ રહી છે કે, શરીરના ઉપરના ભાગે લકવો થઇ જવાથી સગીર નાની ઉંમરમાં જ મૃત હાલત જેવી પરિસ્થિતિમાં આવી ગયો છે. સમગ્ર શરીરમાં 50 ટકા શારીરિક ક્ષતિ અને 100 ટકા કાર્યાત્મકતા અપંગતા છે. ટ્રિબ્યુનલે પીડિત સગીરની ભવિષ્યની આવક અથવા કમાણીના નુકસાનની ગણતરી માટે 50 ટકા અપંગતા અપનાવવામાં ભૂલ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતના અઢી લાખ મુસ્લિમ પરિવારો માટે ઈદ નિમિત્તે ‘સોગાતે મોદી’ યોજના

હાઇકોર્ટે ટ્રિબ્યુલના હુકમમાં સુધારો કરી પીડિત સગીરને વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે રૂ.13, 09,240નું વળતર ચૂકવી આપવા ઠરાવ્યું હતુ અને વીમા કંપનીને વળતરની આ રકમ છ સપ્તાહમાં જમા કરાવવા સ્પષ્ટ હુકમ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button