અમદાવાદ

આસારામને મળેલી 24 કલાક સુરક્ષા હટાવવામાં આવી! હાઈ કોર્ટે જામીનની શરત રદ કરી

અમદાવાદ: બાળાત્કાર કેસમાં દોષિત ધર્મગુરુ આસારામ હાલ વચગાળાના જામીન પર જેલની બહાર છે. સોમવારે હાઈકોર્ટે જામીન સમયગાળા દરમિયાન આસારામને 24 કલાક સુરક્ષા હેઠળ રાખવાની શરત દુર કરી હતી.

સ્વાસ્થ્યના કારણોસર ગુજરાત હાઈકોર્ટે 6 નવેમ્બરના રોજ આસારામને છ મહિના માટે વચગાળાના જામીન આપ્યા હતાં. જામીનની શરતોમાં આસારામની આસપાસ ચોવીસ કલાક સુરક્ષા કર્મચારીઓની હાજરીનો ઉલ્લેખ કરવામાં હતો.

હાઈકોર્ટે લાદી હતી આ શરતો:
કામચલાઉ જામીન આપતી વખતે હાઈ કોર્ટે કેટલીક શરતો લાદી હતી, જેમાં તેમના અનુયાયીઓને મળવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે ત્રણ પોલીસ અધિકારીઓ તેની આસપાસ રહેવા જોઈએ, પરંતુ તેઓ આસારામની તબીબી સારવાર અથવા કોઈપણ વ્યક્તિ સાથેની મુલાકાતોમાં દખલ ન નહીં કરે.

હાઈ કોર્ટની શરતો સામે અરજી:

હાઈ કોર્ટે મુકેલી આ શરત સામે આસારામે અરજી કરી હતી અને સુરક્ષા દૂર કરવા માંગ કરી હતી. સોમવારે હાઈકોર્ટે આ શરત રદ કરવાનો આદેશ આપ્યો હતો, પણ આસારામને અન્ય જામીન શરતોનું કાળજીપૂર્વક પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

બળાત્કાર કેસમાં દોષિત:

વર્ષ 2013 માં અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આસારામની એક ભૂતપૂર્વ શિષ્યાએ દ્વારા તેમના વિરુદ્ધ બળાત્કારના આરોપ સાથે કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં દોષિત ઠર્યા બાદ આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આસારામને જોધપુર જેલમાં કેદ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…ગુજરાત હાઈકોર્ટે સબ-ઇન્સ્પેક્ટર પરીક્ષાના પરિણામને પડકારતી અરજી ફગાવી

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button