
અમદાવાદ : ગુજરાતમા ગરમીના પ્રમાણમા સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ગુરુવારે રાજ્યના અનેક સ્થળોએ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યમાં ગુરવારે 32 ડિગ્રીથી લઇને 44.6 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. જેમાં કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 44.6 ડિગ્રી અને સૌથી ઓછું 32 ડિગ્રી દ્વારકામા
નોંધાયુ હતું. અમદાવાદમાં ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. એક સમયે 43 ડિગ્રી પહોંચેલું તાપમાન ઘટીને 41.8 ડિગ્રી નોંધાયું હતું.જોકે અમદાવાદમાં બપોરના સમયે કાળઝાળ ગરમી અનુભવાય રહી છે.
હીટવેવનું યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જોકે ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.આજે 18 એપ્રિલે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન 41-45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો: ગુજરાતમા તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચ્યું, હજુ બે દિવસ હીટવેવની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીથી રાહત મળશે
હવામાન વિભાગની આગાહી અનુસાર 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીથી રાહત મળશે. જોક. હજુ આવનાર 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. જો કે આ વચ્ચે 48 કલાક બાદ ગરમીથી આંશિક મળી શકે છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાય તેવી શક્યતા છે. જેથી થોડી રાહત અનુભવાય તેવી શક્યતા છે.