અમદાવાદ

વિકાસ કામો માટે 15 માર્ચ સુધી વહીવટી મંજૂરી આપવા જિલ્લાઓને સરકારનો આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડખમ વાગી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર પણ વિકાસના કામોને વેગ આપવા પ્રયાસો કરી રહી છે. રાજ્ય સરકારના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (એટીવીટી) હેઠળ આગામી નાણાકીય વર્ષ 2026-27નું આગોતરું આયોજન તૈયાર કરવા અને 15 માર્ચ સુધીમાં વહીવટી મંજૂરી સાથે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા સરકારે જિલ્લા વહીવટી તંત્રને તાકીદ કરી છે.

નાણાકીય વર્ષના અંતે કામ પૂર્ણ કરવા આદેશ અપાયા

સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગ દ્વારા જિલ્લા આયોજન મંડળોને એટીવીટી હેઠળ વર્ષ 2025-26માં ફાળવાયેલી ગ્રાન્ટના આધારે આગામી નાણાકીય વર્ષ 2026-27નું આગોતરું આયોજન કરવા અને મંજૂર થયેલા કામની વહીવટી મંજૂરી ઝડપથી આપીને નાણાકીય વર્ષના અંતે કામ પૂર્ણ કરવા સૂચના આપી છે. એટલું જ નહીં આ માટે સમયપત્રક પણ જિલ્લા તંત્રને ફાળવી દેવાયું છે. વિકેન્દ્રીત જિલ્લા આયોજનમાં આયોજન મંડળોને જે કામગીરી સોંપાય તેના થકી વિકાસ યોજનાઓ પૂર્ણ થતી હોય છે.

રાજ્ય સરકારે હવે નવો અભિગમ અપનાવ્યો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત સરકારે નવો અભિગમ અપનાવ્યો છે ત્યારે મૂળભૂત જરૂરિયાત માટેના કામોનું અસરકારક અમલીકરણ ન થાય લોકોનું જીવન ધારણ સુધરે તેવી યોજનાઓ ઉપર પણ અસર થતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગ્રાન્ટ સમયસર નહીં વપરાતી હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. નાણાકીય વર્ષમાં જે યોજના હેઠળ કામ સૂચવાયા હોય તે પૂર્ણ થાય તે માટે આદેશો આપવામાં આવ્યાં છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button