
અમદાવાદ: ગુજરાત સરકારે દિવાળી પર ફટાકડા ફોટવા અંગે ખાસ જાહેરાત કરી છે. દિવાળીમાં મોટી સંખ્યામાં લોકો ફટાકડા ફોડતા હોય છે. તેને લઈને સરકાર દ્વારા એક ગા ઈડલાઈન બહાર પાડવામાં આવી છે. રાત્રે 8:00 થી 10:00 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સરકારે વધારે ઘોંઘાટ ક રતા ફટાકડા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મુકી દીધો છે. એટલું જ નહીં પરંતુ દિવાળી દરમિયાન ફટાકડા ફોડતી વખતે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્પષ્ટ રીતે પાલન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
ગુજરાત સરકારે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી
ગુજકાતમાં લોકો દિવાળીના તહેવાર પહેલા જ ફટાકડા ફોડવાનું શરૂ કરી દે છે. જેના કારણે ગુજરાત સરકારે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે વાત કરવામાં આવે તો, આ વર્ષે રાજ્યમાં ફટાકડા ફોડવાની એક ચોક્કસ સમય મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આ નિયમોનું ફર જિયાતપણે પાલન કરવાનું રહેશે જે પણ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરી દેવામાં આવી આવી છે
માત્ર લીલા ફટાકડાઓને જ મંજૂર આપવામાં આવી
ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરતા ફટાકડામાં બોમ્બ, રોકેટ અથવા હાઈ સાઉન્ડ વાળા ફટાકડાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. દિવાળી પર માત્ર લીલા ફટાકડાઓને જ મંજૂર આપવામાં આવી છે, જે ઓછું પ્રદૂષણ કરે છે. જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેના ફટાકડાઓ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યના ગૃહ વિભાગે આપ્યો આદેશ
સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા ધોરણોનું પાલન દરેક રાજ્ય માટે ફરજિયાત છે. હવા અને ધ્વનિ પ્રદૂષણમાં સતત વધારો થતો જાય છે. રાજ્યના ગૃહ વિભાગે ગુજરાત તમામ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ અને નગરપાલિકાઓને માર્ગદર્શિકાનું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપી દીધી છે. નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ સામે કડક અને દંડાત્મક પગલાં લેવા પણ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો…દિવાળીએ ટ્રેનમાં ફટાકડા લઈ જવાની ભૂલ ન કરતા નહીં તો સજા ભોગવવા તૈયાર રહેજો, જાણો રેલવેનો નિયમ…