જંત્રીના દરમાં વધારોઃ ગુજરાત સરકારે દરેક જિલ્લામાં જંત્રી સુધારણા સમિતિની કરી રચના

અમદાવાદઃ ગુજરાતમાં નવી જંત્રીના સૂચિત દરોમાં વધારો સૂચવ્યા બાદ સમગ્ર રાજ્યમાં વિરોધ શરૂ થયો હતો. જેથી સરકારે જંત્રી દર સુધારણા માટે દરેક જિલ્લામાં સમિતિની રચના કરી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, અર્બન ડેવલોપમેન્ટ એરિયા અને ગ્રામ્ય કક્ષાએ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં તમામ સમિતિઓમાં જિલ્લા કલેક્ટરને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
કઈ સમિતિમાં કેટલા સભ્યો રહેશે
આપણ વાંચો: Gujarat માં જંત્રીના ભાવ વધારાનો બિલ્ડર સંગઠનો દ્વારા વિરોધ, રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું…
કલેક્ટર સહિત સમિતિમાં મનપાના 7, નપા, અર્બન ડેવલોપમેન્ટ એરિયાના 6 સભ્યો રહેશે. જ્યારે ગ્રામ્ય કક્ષાની સમિતિમાં કુલ 5 સભ્યો રહેશે. જંત્રી વિવાદ, જંત્રીની ક્ષતિઓ સહિતના વિષયો આ સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યા છે. સમિતિએ 15 દિવસમાં પોતાનો અભિપ્રાય આપવો પડશે. તેમજ ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી કચેરીને અભિપ્રાય મોકલવો પડશે.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં નવી જંત્રી આગામી દિવસોમાં લાગુ કરવા માટે સૂચિત જંત્રી બહાર પાડી હતી. આ જંત્રીમાં વિવિધ સ્થળોના મિલકતના ભાવમાં 200થી 2000 ટકાનો સીધો વધારો ઝીંકવામાં આવ્યો હતો. જો આ જંત્રી લાગુ થશે તો શહેરોમાં મકાનોના ભાવમાં 30થી 40 ટકાનો વધારો થવાની શક્યતા ક્રેડાઇ અમદાવાદ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.