Gujarat નું સહકાર મોડેલ સફળ, સહકારી બેંકોની ડિપોઝીટમાં રૂપિયા 6500 કરોડનો વધારો

અમદાવાદ: ગુજરાતમા(Gujarat)સહકાર મોડલ સફળ થઇ રહ્યું છે. જેના પગલે રાજ્યની સહકારી બેંકોની ડિપોઝીટોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આ અંગે વિધાનસભા ગૃહમાં સહકાર રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ ખેડૂતો સહકારી બેંક સાથે જોડાય તે હેતુસર રાજ્યમાં “કો-ઓપરેશન એમોન્ગ ધી કો-ઓપરેટીવ મૂવમેન્ટ” શરૂ થઈ છે.
જેના પગલે સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા સભાસદોના 23 લાખથી વધુ નવા ખાતા રાજ્યની 18 જિલ્લા મધ્યસ્થ બેંકોમાં ખોલાવવામાં આવ્યા છે. પરિણામે સહકારી બેંકોની ડિપોઝીટમાં પણ રૂપિયા 6500 કરોડ જેટલો વધારો થયો છે.
આપણ વાંચો: ગુજરાતમાં ક્યારથી ગરમીમાં થશે ઘટાડો? વાંચો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
1.71 કરોડથી વધુ સભ્યો જોડાયા છે
ગુજરાતના સહકારી ક્ષેત્ર અંગે વાત કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે કાર્યરત 89,000 થી વધુ કો-ઓપરેટીવ સોસાયટીમાં લગભગ 1.71 કરોડથી વધુ સભ્યો જોડાયા છે.
એટલે કે, 6 કરોડથી વધુ વસ્તી ધરાવતા ગુજરાત રાજ્યનો દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ છે. સહકારી મંડળીઓના સભ્યોને હવે 20 ટકા સુધી ડિવિડન્ડ મળતા કરોડો સભાસદોને તેનો સીધો લાભ મળી રહ્યો છે.
આપણ વાંચો: ગુજરાત મોડલનો ફૂટ્યો ફૂગ્ગો, રાજ્યમાં બે વર્ષમાં 5400થી વધુ MSMEના પાટીયા પડ્યાં
શેરડી પકવતા 10,000 ખેડૂતોને ફાયદો થશે
તેમણે વધુમાં જણાવ્યું કે, બિલેશ્વર સુગર અને તલાલા સુગર છેલ્લા કેટલાક વર્ષોથી બંધ હતી. આ બંને મીલ અને વલસાડ સુગર – ઈન્ડીયન પોટાશ લીમીટેડને 30 વર્ષ માટે ભાડેપટ્ટે આપવામાં આવશે, જે રૂપિયા 600 કરોડનું રોકાણ કરશે. આ મીલો ફરી કાર્યરત થતા ત્યાંની ખાંડ સહકારી મંડળીઓ પુન: કાર્યરત થશે અને તેનાથી શેરડી પકવતા 10,000 ખેડૂતોને ફાયદો થશે.
બજાર સમિતિની આવકની પણ વધારો
ગુજરાતમાં વિકસી રહેલા સહકાર ક્ષેત્ર અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, ગુજરાતની બજાર સમિતિઓનું ટર્નઓવર રૂ. 8000 કરોડથી વધીને રૂપિયા 50,761 કરોડ થયું છે. બજાર સમિતિના ગોડાઉનોની સંગ્રહ ક્ષમતા પણ 4.33 લાખ મેટ્રીક ટનથી વધીને 13.46 લાખ મેટ્રીક ટન થઇ છે. તેવી જ રીતે બજાર સમિતિની આવક પણ રૂપિયા 72.80 કરોડથી વધીને રૂપિયા 470 કરોડ જેટલી થઈ છે.