અમદાવાદ

ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા માટે યોજના તૈયાર, જાણો કોની હશે મહત્વની ભૂમિકા?

અમદાવાદ: કોંગ્રેસ પાર્ટીએ હવે એક નક્કર પરિવર્તન લાવવા માટે હવે છેડે ગાંઠ બાંધી લીધી છે. કોંગ્રેસે વર્ષ 2025 ને “સંગઠન નિર્માણ વર્ષ” તરીકે જાહેર કર્યું છે અને પાયાના સ્તરે તેના સંગઠનાત્મક માળખાને મજબૂત બનાવવા માટે એક માસ્ટર પ્લાન બનવ્યો છે.

તે અંતર્ગત કોંગ્રેસ હવે પહેલા જિલ્લા, પછી રાજ્યની રણનીતિ અપનાવીને સંગઠનને વિકેન્દ્રિત અને અસરકારક બનાવવા તરફ આગળ વધી રહી છે. આ માટે ભાજપના ગઢ સમાન ગુજરાતમા જ એક પાયલોટ પ્રોજેકટ અપનાવવામાં આવી રહ્યો છે.

આપણ વાંચો: ‘જો કોંગ્રેસને મારી જરૂર ન હોય તો….’ આ દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટી છોડી શકે છે

પ્રિયંકા ગાંધી વાડ્રાની મહત્વપૂર્ણ ભૂમિકા

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સંગઠન નિર્માણના આ કાર્ય માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે અને ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવી રહેલા પાયલોટ પ્રોજેક્ટનો સમગ્ર બ્લુપ્રિન્ટ તેમના દ્વારા જ તૈયાર કરવામાં આવી છે.

આ યોજના હેઠળ 12 એપ્રિલના રોજ ગુજરાતમાં 43 AICC નિરીક્ષકો, 7 સહાયક નિરીક્ષકો અને 183 PCC નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકોનો હેતુ જિલ્લા સ્તરે સંગઠનનું પુનર્ગઠન કરવાનો અને જિલ્લા પ્રમુખોને વધુ સત્તાઓ આપવાનો છે.

આપણ વાંચો: Manmohan Singh ના અસ્થિ વિસર્જનમાં કોંગ્રેસ નેતાઓની ગેરહાજરી અંગે કોંગ્રેસ પાર્ટીએ કરી આ સ્પષ્ટતા

દિગ્ગજ નેતાઓને જવાબદારી

એ પણ નોંધવું રહ્યું કે કોંગ્રેસે આ માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપી છે. આ નિરીક્ષકોમાં બાલાસાહેબ થોરાત, બીકે હરિપ્રસાદ, મણિકમ ટાગોર, હરીશ ચૌધરી, મીનાક્ષી નટરાજન, વિજય ઈન્દર સિંગલા, અજય કુમાર લલ્લુ, ઈમરાન મસૂદ, ધીરજ ગુર્જર અને બીવી શ્રીનિવાસ સહિત અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે.

આ બધા નિરીક્ષકોની પહેલી બેઠક 15 એપ્રિલના રોજ ગુજરાતમાં યોજાવાની છે અને તેમા આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

આપણ વાંચો: … તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સર્વ વિધાનસભ્ય પાત્ર ઠરશે?

જુથવાદને દેશે જાકારો?

કોંગ્રેસ જ્યાં જ્યાં નબળી પડી છે ત્યા તેનુ એક કારણ તેની અંદર રહેલો આંતરિક જુથવાદ માનવામા આવે છે. આ માટે કોંગ્રેસ હવે આ પ્રોજેક્ટ દ્વારા સંગઠનમાં પ્રવર્તતા આંતરિક જૂથવાદનો અંત લાવવા માંગે છે અને સાથે જ જિલ્લા પ્રમુખોને સશક્ત બનાવીને સંગઠનનું વિકેન્દ્રીકરણ કરવા માંગે છે.

એવું પણ કહેવાય છે કે અત્યાર સુધી કોંગ્રેસ સંગઠનમાં જૂથવાદને કારણે પ્રદેશ પ્રમુખ અથવા તેમની સાથે સંકળાયેલા લોકોને જ જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આથી સપાટી પર પાર્ટી માટે કામ થવાના બદલે કોઇએક નેતા કે જૂથના હિતમાં કામ થતું હતું. .

આપણ વાંચો: પ્રચારમાં અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ક્યાં? પાંચ રાજ્યના ચૂંટણી પ્રચારથી દૂર રહ્યાં કે રાખવામાં આવ્યા?

કઈ રીતે સોંપાશે જવાબદારી?

કોંગ્રેસની આ નવી રણનીતિ અનુસાર દરેક AICC નિરીક્ષકને એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવશે. તેમની સાથે ચાર પ્રદેશ નિરીક્ષકો હશે, જેઓ તાલુકા સ્તરે જશે અને સંભવિત જિલ્લા પ્રમુખોના નામોની ચર્ચા કરશે.

આ ચર્ચાઓનું નિરીક્ષણ AICC નિરીક્ષકો દ્વારા કરવામાં આવશે અને ગ્રાઉન્ડ ફીડબેકના આધારે એક રિપોર્ટ હાઇકમાન્ડને સુપરત કરવામાં આવશે. આ પછી પાર્ટીનું કેન્દ્રીય સંગઠન જિલ્લા પ્રમુખની નિમણૂક કરશે.

ઉમેદવારોની પસંદગીમાં પણ અપનાવાશે

જો કોંગ્રેસના સૂત્રોનું માનીએ તો, પાર્ટી હવે જિલ્લા પ્રમુખોને ફક્ત સંગઠન ચલાવવા સુધી મર્યાદિત રાખવા માંગતી નથી, પરંતુ તેમને ચૂંટણી ઉમેદવારોની પસંદગીમાં મહત્વપૂર્ણ ભૂમિકા આપવાનું પણ વિચારી રહી છે.

ગુજરાત આ મોડેલ અપનાવનાર પ્રથમ રાજ્ય બનશે, જ્યાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં જિલ્લા પ્રમુખોનો અભિપ્રાય નિર્ણાયક બનશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button