ગુજરાતમા કોંગ્રેસે 43 એઆઇસીસી નિરીક્ષક અને 183 પીસીસી નિરીક્ષકની નિમણૂક કરી

અમદાવાદ : ગુજરાતમા કોંગ્રેસને બેઠી કરવા માટે પ્રયાસો હાથ ધરવામા આવી છે. જેમા હાલમા અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. જેમાં સંગઠનમા મોટા ફેરફારની શકયતા વ્યક્ત કરવામાં આવી હતી.
તેવા સમયે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ આજે 43 એઆઇસીસી નિરીક્ષકો અને ગુજરાતના 183 નેતાઓને પીસીસી નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે તેમને જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત 7 સહાયક નિરીક્ષકોની નિમણૂક કરવામા આવી છે.

આપણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાના પાર્ટીના રોડમેપ અંગે નેતાઓમા અસમંજસની સ્થિતિ, જાણો વિગત
એઆઈસીસી નિરીક્ષક સાથે ચાર પીસીસી નિરીક્ષકોનું એક જૂથ
જેમા મિશન ગુજરાત અંતર્ગત, હાઇકમાન્ડે દરેક જિલ્લા કોંગ્રેસ સમિતિમાં એક એઆઈસીસી નિરીક્ષક સાથે ચાર પીસીસી નિરીક્ષકોનું એક જૂથ બનાવવામાં આવ્યું છે.
જેમા રાજસ્થાનના હરીશ ચૌધરી, બાબુલાલ નાગર, અર્જુન બામણિયા, નીરજ ડાંગી, હરિશ્ચન્દ્ર મીણા, ભજનલાલ જાટવ, કુલદીપ ઇન્દોરા, ધીરજ ગુર્જર, ઇન્દિરા મીણા, અમીન કાગઝી, જગદીશ જાંગીડ અને મનીષા પવાર જેવા નેતાઓને પણ એઆઇસીસી નિરીક્ષકોની જવાબદારી સોંપવામાં આવી છે.
આપણ વાંચો: ‘ન સેના, ન સેનાપતિ’: 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું મહાઅધિવેશનનું આયોજન, જાણો મહત્ત્વની વાતો
2027ના રોડમેપ અંગે કોંગ્રેસ અસમંજસની સ્થિતિમા
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશને અનેક રાજકીય ચર્ચાઓ વહેતી કરી છે. જેમા કોંગ્રેસ ગુજરાતમાં બેઠી થવા કમર કસી રહી છે. તેમજ કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ રાહુલ ગાંધી સહિતના નેતા દેશની જેમ ગુજરાતમા જાતિ આધારિત ગણતરીને મુદ્દો બનાવવા માંગે છે. જોકે, રાજયના સ્થાનિક નેતાઓ ભૂતકાળના અનુભવના આધારે આ મુદ્દાનો વિરોધ કરી રહ્યા છે. જેના પગલે કોંગ્રેસના ગુજરાત માટેના વર્ષ 2027ના રોડમેપ અંગે કોંગ્રેસમા અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.