ગુજરાતના મુખ્ય પ્રધાને કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોને શું કરી તાકીદ?
અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાનું બજેટ સત્ર યોજાશે અને ત્યાર બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
આ પહેલાં રાજ્યના તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોને તેમના વિભાગો હેઠળ આવતી કચેરીઓમાં યોજનાઓ પ્રમાણે કામગીરી થાય છે કે નહીં તેની આકસ્મિક મુલાકાત કરીને સમીક્ષા કરવા મુખ્ય પ્રધાને તાકીદ કરી હતી.
મુખ્ય પ્રધાન દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ પ્રમાણે રાજ્યના કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોને કોઈપણ કચેરીની આકસ્મિક મુલાકાત દરમિયાન કર્મચારીઓ કે અધિકારીઓની નબળી કામગીરી કે જો કોઈ ગેરરીતિ દેખાય તો તેની સામે નિયમાનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવા તથા પોત-પોતાના વિભાગની કામગીરી અંગેનો ફીડબેક મેળવીને જરૂર પડયે તેમાં સુધારો કરવા સહિત દરેક વિભાગોની યોજનાકીય કામગીરી અને બાકી રહેતા કામો પુરા કરવા જણાવાયું હતું.
આપણ વાંચો: નલિયા ઠુઠવાયુંઃ ગુજરાતમાં ઠંડીની ઝપેટમાં ગુજરાત, હજુ ઠંડીની આગાહી
મુખ્ય પ્રધાને રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા, તાલુકા કે ગ્રામ પંચાયતોની બાકી રહેલી ચૂંટણીઓ માટે પણ તૈયાર રહેવાની પ્રધાનોને તાકીદ કરી હતી.
તાજેતરમાં તેમણે ગાંધીનગર એસટી ડેપોની જે રીતે આકસ્મિક મુલાકાત લીધી હતી. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીઓ આવી રહી છે ત્યારે દરેક પ્રધાનોને ફિલ્ડ વર્ક કરવાની તાકીદ કરી હતી.