અમદાવાદટોપ ન્યૂઝ

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0નો શુભારંભ; 1000થી વધુ સ્ટાર્ટઅપ્સ…

અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા કક્ષાના સ્ટાર્ટ અપ ફેસ્ટિવલ એવા વેજલપુર સ્ટાર્ટ અપ ફેસ્ટિવલ ૨.૦નો શુભારંભ કરાવ્યો હતો. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રધાને આ પ્રસંગે યોજાયેલા સ્ટાર્ટઅપ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ શબ્દ આજે આપણા યુવાઓની ઓળખ બન્યો છે. ક્રિએટિવ થિંકિંગ, આગવી સૂઝ અને અવનવા આઈડિયા સાથે આજના યુવાનો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો…Ahmedabad માં વસ્ત્રાલ બાદ હવે ઓઢવમાં મારામારીનો વીડિયો વાઇરલ…

યુવાઓએ સ્ટાર્ટઅપમાં કાઠું કાઢ્યું
મુખ્ય પ્રધાને સ્ટાર્ટઅપ ક્ષેત્રની સફળતા વિશે વાત કરતાં જણાવ્યું કે મહિલાઓ પણ આજે વિવિધ સમસ્યાઓનાં અવનવાં સમાધાનો સ્વરૂપે નવા સ્ટાર્ટઅપ લઈને આવી રહી છે. આજે વૈશ્વિકસ્તરે આપણાં સ્ટાર્ટઅપ ઘણી સફળતા મેળવી રહ્યાં છે. સ્પેસ સહિતનાં અવનવાં ક્ષેત્રોમાં આપણા યુવાઓના સ્ટાર્ટઅપ કાઠું કાઢી રહ્યાં છે.

આ પણ વાંચો…ખાનગી વાહન ચાલકોને પૂલ રાઈડ કરવાની મંજૂરી આપવા પર થઈ રહ્યો છે વિચાર…

1000થી વધુ સ્ટાર્ટઅપ્સ
ઉલ્લેખનીય છે કે વેજલપુર મતવિસ્તારમાં યોજાયેલાં વિધાનસભા કક્ષાના સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં 1000થી વધુ સ્ટાર્ટઅપ્સ અને તેની સાથે સંકળાયેલા 4500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં પોતાના પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવા 42 સ્ટાર્ટઅપને વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા હતા. આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ દરમિયાન લાઈવ પીચ અને લાઈવ ફંડિંગ સ્ટાર્ટઅપ્સમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 50થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button