ગુજરાત બોર્ડનું ગમે ત્યારે જાહેર થશે પરિણામ, જાણો કેવી રીતે કરશો ચેક

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગમે ત્યારે ધો. 10 અને ધો. 12 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ અને જીએસઈબીની વેબસાઈટ પરથી પરિણામ ચકાસીને માર્કશીટ ડાઉનલોડ કરી શકશે.
ઓનલાઈન આ રીતે પરિણામ કરો ચેક
જીએસઈબીની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાઓ
રિઝલ્ટ ટેબ સિલેક્ટ કરો
તમારો છ આંકડાનો સીટ નંબર દાખલ કરો
ગો બટન દબાવો
પરિણામ દેખાશે
ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ લઈ રાખો
આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ, ડિજિલોકર અને એસએમએસથી પણ પરિણામ ચેક કરી શકે છે.
આપણ વાંચો: આગામી સાત દિવસની અંદર જાહેર કરાશે ધોરણ 10 અને 12નું બોર્ડનું પરિણામ,
વોટ્સએપથી આ રીતે પરિણામ કરો ચેક
વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા સીધા તેમના ફોન પર પણ પોતાનું રીઝલ્ટ મેળવી શકશે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ 6357300971 નંબર પર તેમનો સીટ નંબર મોકલીને મેળવી શકે છે.
માર્કશીટમાં કઈ કઈ વિગતો સામેલ હશે
ઉમેદવારનું નામ, રોલ નંબર, વિષય કોડ્સ, દરેક વિષયમાં મેળવેલા ગુણ, કુલ મેળવેલા ગુણ, ટકાવારી, ગ્રેડ