અમદાવાદ

ગુજરાત ATSની મોટી સફળતા; કુખ્યાત ડ્રગ્સ માફિયા કઈ રીતે પકડાયો, જાણો?

અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ડ્ર્ગ્સની બદી ખુબ ફૂલીફાલી છે, આ દરમિયાન એમડી ડ્રગ્સનું વેચાણ કરતા પેડલર્સની બાતમી ક્રાઈમ બ્રાન્ચ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની એજન્સી અને પોલીસ ડિપાર્ટમેન્ટને આપનારો બાતમીદાર સૌથી મોટો ડ્રગ્સ માફિયા હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો હતો.

વસીમ દાઢી એમડી ડ્રગ્સનો સૌથી મોટો સોદાગર

ડ્રગ્સનો ધંધો કરતી નાની નાની કરતા પેડલર્સને જેલના હવાલે કરી અત્યાર સુધી છટકી જનારો વસીમ દાઢી એમડી ડ્રગ્સનો સૌથી મોટો સોદાગર હોવાનો ઘટસ્ફોટ ગુજરાત એટીએસની ટીમે કર્યો હતો. થોડા દિવસ પહેલાં લાલ દરવાજાથી ઝડપાયેલા ર૭ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સમાં પણ વસીમ દાઢીનો હાથ હોવાનું ખુલ્યું હતું.

આપણ વાંચો: અમદાવાદમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાસ; NCB એ સાથે 3 નાઈજીરીયન સહિત ચારની ધરપકડ કરી…

જ્યારે ભોપાલમાં ગુજરાત એટીએસ અને નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોએ થોડા મહિના પહેલાં ઝડપેલા હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે પણ વસીમ દાઢીની સંડોવણી ખૂલી છે.

ભોપાલના ડ્રગ્સ માફિયાના વસીમ દાઢી સાથે સબંધ

આ અંગે મળતી વિગતો મુજબ, થોડા સમય પહેલાં ગુજરાત એટીએસની ટીમે નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો સાથે મળીને ભોપાલમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ડ્રગ્સના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો.

આ ડ્રગ્સ કાંડના તાર છેક અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ભોપાલની ફેકટરીમાં ધરપકડ કરાયેલા ડ્રગ્સ માફિયાઓના મોબાઈલમાંથી વસીમ દાઢીનો નંબર મળી આવતાં પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આપણ વાંચો: ગુજરાતના આ શહેરમાંથી પકડાયું 800 કરોડનું ડ્રગ્સ

ગુજરાત એટીએસ અને નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો દ્વારા સંયુક્ત રીતે મધ્યપ્રદેશના ભોપાલના બગરોડા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે મેન્યુફેક્ચરિંગ યુનિટની આડમાં ચાલતી ફેકટરીમાં રેડ કરી હતી જેમાંથી 1814 કરોડની કિંમતનું 907 કિલો એમડી ડ્રગ્સનું મટિરિયલ તથા સાધનો કબજે કરવામાં આવ્યા હતા.

આરોપીઓ દ્વારા છ મહિનાથી મોર્ડન પ્લાન્ટ બનાવવામાં આવ્યા હતા અને તેમાં રોજ 25 કિલો ડ્રગ્સનું પ્રોડકશન કરતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસ દ્વારા અત્યાર સુધી પકડવામાં આવેલી ગેરકાયદે ફેકટરીઓ પૈકી આ અત્યાર સુધીની સૌથી મોટી ફેકટરી કહેવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button