ગુજરાતમાં પૌરાણિક Dwarka નગરી શોધવા આર્કિયોલોજિકલ વિભાગે સંશોધન શરૂ કર્યું | મુંબઈ સમાચાર

ગુજરાતમાં પૌરાણિક Dwarka નગરી શોધવા આર્કિયોલોજિકલ વિભાગે સંશોધન શરૂ કર્યું

અમદાવાદઃ ભગવાન કૃષ્ણની દ્વારકા(Dwarka)નગરીમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડીયાના પાંચ પુરાતત્વ વિદોની એક ટીમ દ્વારા દ્વારકા નજીકના સમુદ્ર કિનારે પાણીની અંદર સંશોધન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારતીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જણાવ્યાનુસાર ભારતના સમુદ્રમાં ગરકાવ થયેલ સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત કરવા મહત્ત્વના મિશનના ભાગરૂપે પુરાતત્વ વિભાગની મહિલા સભ્યો સહિતની પાંચ સદસ્યોની ટીમ દ્વારા સંશોધન કાર્યનો પ્રારંભ કરાયો હતો.

ગ્રાઉન્ડ બ્રેકિંગ અન્ડર વોટર સંશોધન કાર્ય શરૂ

પુરાતત્વ ખાતાની નવીનીકૃત અન્ડરવોટર આર્કિયોલોજિકલ વિંગ દ્વારા એ.ડી.જી. પ્રોફેસર આલોક ત્રિપાઠીની આગેવાનીમાં પાંચ સદસ્યોની ટીમ દ્વારા યાત્રાધામ દ્વારકા તથા બેટ દ્વારકામાં કિનારાથી દૂર સમુદ્રની અંદર સંશોધન કાર્યને પુન:ર્જિવિત કરવામાં આવ્યું છે અને દ્વારકાના દરિયામાં ગ્રાઉન્ડ બ્રેકિંગ અન્ડર વોટર સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

આપણ વાંચો: જગત મંદિરમાં વસંત પંચમીની ઉજવણી; દ્વારકાધીશને કરાયો વિશેષ શૃંગાર

મહિલા સદસ્યોએ સમુદ્રની અંદરના તપાસકાર્યમાં ભાગ લીધો

જેમાં પ્રોફેસર આલોક ત્રિપાઠી તથા તેમની ટીમના એચ.કે.નાયક, અપરાજિતા શર્મા, પૂનમ વિંદ, રાજકુમારી બાર્બીના સહિતની ટીમે ગોમતી નદીના ક્રીક વિસ્તારમાં પ્રારંભિક તપાસકાર્યનો પ્રારંભ કર્યો છે. પ્રથમ વખત એ.એસ.આઈ દ્વારા નોંધપાત્ર મહિલા સદસ્યોએ સમુદ્રની અંદરના તપાસકાર્યમાં ભાગ લીધો છે.

સંબંધિત લેખો

Back to top button